તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કન્ટેનમેન્ટ ઝોન:ભાવનગર જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધતા વધુ 7 ગામોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • આગામી તા.24 મે સુધી પાંચે ગામ (ઘોઘા, તગડી, તણસા, ભુંભલી ભંડારીયા, પીથલપુર, જસપરા) ગામોમાં કન્ટેનમેન્ટ ઝોન અમલમાં રહેશે

ભાવનગર જિલ્લાના ઘોઘા, તગડી, તણસા, ભુંભલી ભંડારીયા, પીથલપુર, જસપરા ગામોમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસો વધુ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસોની વિગત ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે લોકોની અવરજવર પર પ્રતિબંદ ફરમાવવો જરૂરી જણાયો છે. આ ગામોમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડલાઇન ધ્યાને લઇ 10 મેથી 24 મે સુધી કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા, તગડી, તણસા, ભુંભલી ભંડારીયા, પીથલપુર, જસપરા ગામોમાં છેલ્લા દિવસોમાં કોવિડ-19 સંક્રમણના નોંધાયેલા પોઝિટિવ કેસોની વિગત ધ્યાને લઇ ગામોને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ભાવનગર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. જે અન્વયે ભાવનગર જિલ્લામાં કોવિડ-19 સંક્રમણને નિયંત્રિત કરવા માટે ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ-30 તથા કલમ-34 હેઠળ આ પાંચ ગામોને આગામી તા.24-5-2021 સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં એક એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ નિયત રાખી બાકીના તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટને બંધ કરવાના રહેશે. આ વિસ્તારોને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આવશ્યક સેવાઓ અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની તમામ પ્રકારની અવર-જવરની પ્રવૃત્તિઓ ઉપર તાત્કાલિક અસરથી નિયંત્રણ મૂકવામાં આવે છે.

કન્ટેન્મેન્ટ ઝોનમાં જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા કોવિડ-19નું સંક્રમણ રોકવા માટે સઘન ચકાસણી તથા સાવચેતીના તમામ પગલા લેવાના રહેશે, કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં કે અવરજવર કરવી નહીં અને કન્ટેન્મેન્ટ ઝોનની માર્ગદર્શિકા ચુસ્તપણે અમલવારી કરાવવાની રહેશે. આ ગામોમાં સેવાઓ/ પ્રવૃત્તિઓ સોશિયલ ડિસ્ટન્સિગ, ફેસ કવર, હેન્ડ સેનિટાઈઝર વગેરે સંબંધમાં કોવિડ-19ની માર્ગદર્શકસૂચનાઓ ચુસ્તપણે પાલન કરવાની શરતે ચાલુ રહેશે.

ભાવનગર જિલ્લાના ઘોઘાના ઘોઘા ગામના 3038 ઘરમાં 13,637 લોકો, ઘોઘાના તગડી ગામ ના 481 ઘરમાં 2000 લોકો, ઘોઘાના તણસા ગામના 731 ઘરમાં 4,388 લોકો, ભાવનગર ગ્રામ્ય ના ભુંભલી ગામના 1,042 ઘરમાં 4,338 લોકો, ભાવનગર ગ્રામ્યના ભંડારિયા ગામના 1,548 ઘરમાં 6,450 લોકો, તળાજાના પીથલપુર ગામના 987 ઘરમાં 6680 લોકો તથા તળાજાના જસપરા ગામના 331 ઘરમાં 2011 લોકો કન્ટેન્મેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે કુલ 8,158 ઘરો અને 39,504 લોકોને સાંકળી લેવામાં આવ્યા છે, સૌથી વધુ તગડીમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ 66 ટકા તથા સૌથી ઓછું જસપરા ગામ નું 18 ટકા પોઝિટિવ કેસનું પ્રમાણ છેલ્લા એક અઠવાડિયામાં જોવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...