વિશેષ:7 વિધાનસભા બેઠક દીઠ બનાવાશે આદર્શ મતદાન મથક

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ સાત મોડેલ પોલિંગ બૂથ મતદારોને ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન માટે અનોખો પ્રયોગ કરાયો
  • મતદાન મથકો સુશોભિત અને નમૂનારૂપ હશે

ભાવનગર જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકા અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખ ના નેતૃત્વમાં સમગ્ર ચૂંટણીતંત્ર તડમાર કામગીરી કરી રહ્યું છે. આ સાથે મતદારોમાં મતદાન માટે ઉત્સાહ વધારવા જિલ્લા ચૂંટણીતંત્ર વિવિધ પ્રયાસો કરી રહ્યું છે. નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને તેમને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાની મહત્વની સામેલગીરીનો અહેસાસ થાય તે માટે જિલ્લામાં સાત આદર્શ પોલિંગ બુથ એટલે કે ઉદાહરણરૂપ આદર્શ મતદાન મથકો બનાવાવમાં આવશે.

આ મતદાન મથકોનો માહોલ જ એવો હશે કે કોઈને પણ સામેથી પોતાનો કિંમતી મત આપવા આવવાનું મન થઈ આવે!ભાવનગર જિલ્લામાં આ વખતે સાત આદર્શ પોલિંગ બૂથ બનશે. દરેક વિધાનસભા દીઠ એક પોલિંગ બૂથ નમૂનારૂપ બનાવાશે. જેમાં 99-મહુવામાં 148-મહુવા-52 નંબરનું બૂથ- બીસીએ કોલેજ, રૂમ નં. 2, નહેરુ વસાહત ની બાજુમાં, મહુવા. 100-તળાજામાં 171-માંડવા નંબરનું બૂથ- નવી પ્રાથમિક શાળા, રૂમ નં. 3, માંડવા. 101-ગારિયાધારમાં 98-ગારીયાધાર-7 નંબરનું બૂથ- નવી પ્રાથમિક શાળા, વાવ પ્લોટ, ગારિયાધાર. 102-પાલિતાણા, 300/312 પાલિતાણા-39, નવાગઢ, પાલિતાણા ખાતે તાલુકા શાળા(ગુજરાતી નિશાળ), મા.હો. રોડ, દક્ષીણ તરફનો રૂમ-14, પાલિતાણા. 103-ભાવનગર ગ્રામ્યમાં 312/321 ઘોઘા-5 નંબરનું બૂથ – તાલુકા શાળા ઘોઘા(સીટી) નવું મકાન પશ્ચિમ બાજુનો રૂમ નં. 2, ઘોઘા(સીટી).

104-ભાવનગર પૂર્વમાં 238-ભાવનગર-216 નંબરનું બૂથ – સરદાર પટેલ પ્રા.શા. નં.-76, મકાન નં.-1, રૂમ નં.-3,રક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે, ભરતનગર, ભાવનગર તેમજ 105 ભાવનગર પશ્ચિમમાં 181-ભાવનગર-163 નંબરનું બૂથ – હોમ ઈંગ્લીશ સ્કૂલ ધોરણ-6 નો રૂમ, કાળુભા રોડ, હરભાઈ ત્રિવેદી માર્ગ, ભાવનગર નો સમાવેશ થાય છે. આ મતદાન મથકો સુશોભિત અને નમૂનારૂપ હશે. જે મતદાન માટે નાગરિકોનો ઉત્સાહ વધારશે.

ભાવનગર જિલ્લાની સાતેય વિધાનસભા બેઠક માટે 2012ની તુલનામાં 2017માં મતદાનમાં થોડો ઘટાડો થયો હતો. આથી આ વખતે 2022ની ચૂંટણીમાં મતદાનમાં વધારો થાય તે માટે ચૂંટણીતંત્ર અત્યારથી જ સજાગ બની ગયું છે અને અવસર મતદાનનો સહિતના અનેક કાર્યક્રમો સાતેય વિધાનસભા મતક્ષેત્રમાં શરૂ કર્યા છે તેના ભાગરૂપે આ આદર્શ મતદાન કેન્દ્ર પણ એક નવતર પ્રયોગ છે. જેમાંંથી ખાસ કરીને યુવા વર્ગ મતદાન પ્રત્યે વધુ આકર્ષાય તે તેનો હેતુ છે.

અન્ય સમાચારો પણ છે...