એજ્યુકેશન:7 સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજની ઈમર્જિંગ બ્રાન્ચમાં 600 સીટ વધશે

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોબોટિક્સ, ઓટોમેશન, AI જેવી બ્રાન્ચનો સમાવેશ
  • AICTEની મંજૂરી મળે પછી ચાલુ વર્ષની ઇજનેરીની પ્રવેશ કાર્યવાહીમાં સમાવાશે

રાજ્યની સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજોની જેમ સરકારી ડીગ્રી ઈજનેરી કોલેજોની નવી ઈમર્જિંગ બ્રાન્ચની બેઠકોમાં 600નો વધારો થશે. રાજ્યના શિક્ષણ વિભાગે એઆઈસીટીઈ સમક્ષ આ સરકારી કોલેજોની બેઠકોમાં વધારો કરવા માટેની મંજૂરી માગી છે. દરમિયાનમાં હાલ ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે અને 30 જૂન સુધી પ્રવેશ માટે ફોર્મ ભરી શકાશે.

નેશનલ એજ્યુકેશન પોલિસી મુજબ એઆઈસીટીઈ, દિલ્હી પ્રોસેસ હેન્ડબુક 2021-2022માં અનેક ઈમર્જિંગ એરિયાના અભ્યાસક્રમો દાખલ કરવા માટે ભલામણ કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), રોબોટિક્સ એન્ડ ઓટોમેશન સહિતની નવી ઈમર્જિંગ બ્રાન્ચોમાં બેઠકોમાં વધારો કરવા માટે એઆઈસીટીઈમાં મંજૂરી માટે અરજી કરવામાં આવી છે.

રાજ્યની સાત જેટલી સરકારી ઈજનેરી કોલેજોમાં 600 જેટલી બેઠકોની મંજૂરી મળવાની આગામી દિવસોમાં શક્યતા છે. આ બેઠકોની મંજૂરી મળ્યા બાદ તેને ચાલુ વર્ષની ઈજનેરી શાખાની બેઠકોની પ્રવેશ કાર્યવાહીમાં આવરી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...