ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી મતદાન પ્રસંગે દરેક વિધાનસભા બેઠક દીઠ એમ કૂલ સાત મતદાન મથકો મતદાનનાં દિવસે ઇકો-ફ્રેન્ડલી બૂથ તરીકે ઊભા કરવાં આવશે આ બુથની વિશેષતા એ રહેશે કે ત્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મટિરિયલનો વપરાશ કરવામાં આવશે નહીં અને મહત્તમ કામ કાગળનાં ઉપયોગથી કરવામાં આવશે.
મહુવા બેઠક ખાતે 137/મહુવા-41 કે. વી. પારેખ કોલેજ રૂમ નંબર-8 મહેરુ વસાવા પાસે મહુવા, તળાજા બેઠક ખાતે 104-જૂના રાજપરા-1 પ્રાથમિક શાળા રૂમ નં.1 જૂના રાજપરા, ગારિયાધાર બેઠક ખાતે 77-પરવડી-5 એમ. જે. પટેલ માધ્યમિક શાળા પરવડી પશ્ચિમ તરફનો રૂમ પરવડી, પાલિતાણા બેઠક ખાતે 66-લીંબડધાર પ્રાથમિક શાળા નવું મકાન ભોય તળીયા નો રૂમ લીંબડધાર, ભાવનગર ગ્રામ્ય બેઠક ખાતે 287-વાવડી-1 પ્રાથમિક શાળા વાવડી દક્ષિણ બાજુ નો રૂમ વાવડી,
ભાવનગર પૂર્વ બેઠક ખાતે 249-ભાવનગર-227 એકતા હાઇસ્કૂલ કેમ્પસ, આર. એન. શાહ શાળા રૂમ નંબર-1 કાળીયાબીડ ભાવનગર, ભાવનગર પશ્ચિમ બેઠક ખાતે 187-ભાવનગર-169 સર પી. પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ સાયન્સ કોલેજ રૂમ નં-2 વાઘાવાડી રોડ ભાવનગર ખાતે તૈયાર કરવામાં આવશે. આ મતદાન મથકોની તમામ પ્રક્રિયાઓમાં ઇક્કો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરાશે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકથી દૂર રહી ઇક્કો ફ્રેન્ડલી બુથથી લોક પ્રેરણા ઊભી થાય તેવો પ્રયાસ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.