તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:7 દિવસ, 5 પિસ્તલ, 11 કારતૂસ, 5 આરોપી : 4 સાંઢીયાવાડના રહેવાસી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગુનાખોરી માટે પંકાયેલું સાંઢીયાવાડ પુન: માથુ ઉંચકી રહ્યુ છે !
  • ગેરકાયદે હથિયારોના મૂળીયા સુધી પહોંચવું તંત્ર માટે આવશ્યક

ભાવનગરમાં છેલ્લા 7 દિવસમાં 5 દેશી પિસ્તલ, તમંચા, કારતૂસ પકડાયા છે, તેમાં એકને બાદ કરતા તમામ આરોપીઓ સાંઢીયાવાડ વિસ્તારના છે. ભાવનગરમાં ગેરકાયદે હથિયારોનું હબ બની રહેલા સાંઢીયાવાડને રોકવા માટે તંત્રએ પણ કડક પગલા ભરવા જરૂરી બન્યા છે, અન્યથા ભાવનગરમાં ક્યારેક મોટી ખૂના મરકી થઇ શકે છે.તા.2 જુલાઇના રોજ પરવેઝ અ.વહાબભાઇ શેખ, રહે.સાંઢીયાવાડ, જોગીવાડની ટાંકી, કામળ ફળી દેશી પિસ્તલ સાથે પકડાયા હતા. તા.4 જુલાઇના રોજ ઘનશ્યામ જગજવનદાસ દાણીધરીયા, રે.ઘોઘા સર્કલ ટીવી કેન્દ્રવાળા ખાંચામાં, શ્રમજીવી પાસે દેશી બનાવટનો તમંચો, બે કારતૂસ સાથે પકડાયા હતા.

તા.5 જુલાઇના રોજ બુધેલથી ફુલઝરીયાના રસ્તા પર અવાવરૂ જગ્યામાં 3 દેશી પિસ્તલ અને 9 કારતૂસ સાથે આદિલ હુસેનભાઇ ગનેજા, સાંઢીયાવાડ, આરબ જમાતખાનાની લાઇનમાં, અસ્લમ કાદરભાઇ ખોખર, સાંઢીયાવાડ, ભૂતના લીમડા પાસે, તોફીક રફીકભાઇ શેખ, સાંઢીયાવાડ, ભૂતના લીમડા નજીક, મહમદીબાગ પાસે પકડાયા હતા. એક સમય હતો જ્યારે સાંઢીયાવાડની ધાક સમગ્ર ભાવનગર પર હતી, તે સમયના કડક પોલીસ અમલદારોને કારણે ગુનેગારોએ શહેર બદલાવી નાંખ્યા હતા અથવા ગુનાખોરીનો વ્યવસાય ત્યજી દીધો હતો.

પરંતુ ધીમે ધીમે સાંઢીયાવાડ પુન: ગુનાખોરીની દુનિયામાં પોતાનું નામ ઉપસાવી રહ્યું છે. બાર્ટન લાઇબ્રેરીથી જોગીવાડની ટાંકી સુધીનો રસ્તો ખાણીપીણીના સ્ટોલ, લારી ધારકોએ રોકી રાખ્યો છે, અને અહીં દૈનિક ધોરણે ટ્રાફિક, વાહનો અથડાવા સહિતની બાબતોએ માથાકૂટ થાય છે. સામાન્ય બાબતમાં અહીંના યુવાનો હથિયાર ખેંચવા લાગે છે.ગેરકાયદે હથિયારો અને સાંઢીયાવાડ પર્યાય હોય તેમ, છાસવારે આ વિસ્તારના યુવાનો ગેરકાયદે દેશી તમંચા, દેશી પિસ્તલ સાથે પકડાય છે.

આવા હથિયારો ક્યાંથી લાવવામાં અાવે છે?, કોણ આર્થિક સહાય કરી રહ્યું છે? આવી બાબતોના મૂળીયા સુધી પહોંચવામાં તંત્ર સફળ રહે તો અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાઇ શકે તેમ છે. ગેરકાયદે હથિયારો ઉપરાંત જુગારની કલબો, વરલી મટકાના આંકડા, ચરસ-ગાંજા, અફીણના વેચાણ માટે પણ સાંઢીયાવાડનો સમગ્ર વિસ્તાર પંકાયેલો છે. લીમડીવાળી સડક પર બપોર સુધી રાહદારીઓને પસાર થવું પણ દુષ્કર થઇ જાય છે.

સાંઢીયાવાડમાં ધડાધડ ફાયરિંગ થયા હતા
સાંઢીયાવાડ, મહમદીબાગમાં લગ્ન પ્રસંગે ચાલતા જમણવારમાં ઉબેદ શેખ, વલી હલારી અને તેના સાગરીતો પર ધડાધડ ફાયરિંગ થતા, વળતો હુમલો કરવામાં આવતા સ્થળ પર ધસી આવેલો શખ્શનું મોત થયુ હતુ. અગાઉ સાંઢીયાવાઢ, ઇન્ડીયા હાઉસની બહાર ઉબેદ શેખ પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ, જો કે તેમાં તેઓને સામાન્ય ઇજા થતા બચી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...