તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશાનું કિરણ:સરકારી-ખાનગી હોસ્પિટલોમાં 693 બેડ ખાલી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાની સારવારનો નનૈયો ભણે તો કાં તો વેબસાઈટ ખોટી કાં તો હોસ્પિટલનું તંત્ર ખોટુ
  • સર ટી. હોસ્પિટલમાં 324 બેડ ખાલી

એપ્રિલ મહિનાથી સમગ્ર ગુજરાતમાં કાળો કહેર વર્તાવી રહેલા કોરોનામાં દરરોજ અફડાતફડી, ઓક્સિજન, દવાઓની શોર્ટેજ જેવા માઠા સમાચારો સાંપડતા હતા. પરંતુ ભાવનગરના માટે હાંશકારો થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભાવનગરમાં કોરોનાની સ્થિતિ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સુધરી રહી હોવાનું આંકડા પરથી ફલીત થાય છે. સરકારી અને ખાનગી મળીને 55 હોસ્પિટલોમાં 693 બેડ ખાલી છે. ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટેની 815 બેડની સુવિધા છે, તે પૈકી હાલ 491 દર્દીઓ સારવાર તળે છે. સિવિલ હોસ્પિટલ સંલગ્ન લેપ્રસિ હોસ્પિટલમાં 140 બેડની સગવડતા છે ત્યાં પણ હાલ 82 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

આમ સર ટી. હોસ્પિટલમાં શનિવારે રાત્રે 8.15 કલાકની સ્થિતિ પ્રમાણે 324 બેડ ખાલી છે. અને લેપ્રસી હોસ્પિટલમાં 58 બેડ ખાલી છે. હાલ બાયપેપ પર 91 દર્દી સારવાર તળે છે જ્યારે વેન્ટિલેટર પર કોઇ દર્દી નથી. આ અંગેની માહિતી આપતા સર ટી. હોસ્પિલટલના તબીબો ડૉ.સમીર શાહ, ડૉ.ફિરદૌસ દેખૈયા અને ડૉ.સ્મીત મહેતાએ જણાવ્યુ હતુકે, ક્રમશ: કોરોનાની સ્થિતિ સુધરી રહી હોય તેવું જણાય છે. સિવિલમાંથી સાજા થઇ અને ઘરે પરત ફરતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. તબીબો, નર્સિંગ અને હોસ્પિટલનો તમામ સ્ટાફ દર્દીઓને સાજા કરવા માટે હંમેશા તત્પર જ હોય છે અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે છે.

તાલુકા મથકોએ અને ભાવનગર શહેરમાં પણ સંખ્યાબંધ કોવિડ કેર સેન્ટરો ખુલવા લાગતા કોરોનાના દર્દીઓ આવા કોવિડ કેર સેન્ટરોમાં વધુ સારવાર લેવા માટે ડાયવર્ટ થઇ રહ્યા છે, અને તેના કારણે પણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટી રહી હોવાનું જણાઇ આવે છે. દરમિયાનમાં આજે રાત્રે 11 કલાકે સરકારી વેબસાઈટમાં મળેલી માહિતી મુજબ ખાનગી હોસ્પિટલમાં 369 બેડ ખાલી છે હવે જો કોઈ કોરોનાના દર્દીને આ હોસ્પિટલોમાં એડમીટ કરવાનો ઈન્કાર કરવામાં આવે તો અથવા તો સારવારની ના પાડવામાં આવે તો કાં તો આ સરકારી વેબસાઈટના રાત્રે જોવા મળતા આંકડા ખોટા છે અથવા તો હોસ્પિટલોના સંચાલકોેને બેડ ખાલી હોવા છતાં કોરોનાના દર્દીને સારવાર માટે દાખલ કરવાની નથી તેવું સાબિત થશે.

ખાનગી હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી ?
ભાવનગર શહેર-જિલ્લાની 54 જેટલી ખાનગી હોસ્પિટલોમાં કોવિડની સારવાર માટે કુલ 1623 બેડ ઉપલબ્ધ છે. જેમાં આજે સવારની સ્થિતિએ 369 બેડ ખાલી હતા. જેમાં હોમ સ્કૂલમાં 22, માધવ કોવિડ કેરમાં 22, સ્વામિ વિવેકાનંદ હોમિયોપેથી હોસ્પિટલમાં 21, મેટ્રો કોવિડકેરમાં 20, નંદલાલ મુળજી ભુતા ફાઉન્ડેશન, સિહોરમાં 20, સમર્પણ કોવિડ કેરમાં 20, પાલિતાણા કોવિડ કેર સેન્ટરમાં 20, ઓમ કોવિડ કેરમાં 19, નિકલંઠ કોવિડ કેર, સિહોરમાં 18, મારૂતિનંદન હોસ્પિટલ, સિહોરમાં 16, શ્રીમય હોસ્પિટલમાં 14, ઓમ નર્સિંગ હોસ્પિટલમાં 13, દેસાઇ હોસ્પિટલ, ગારિયાધારમાં 13, માધવ હોસ્પિટલમાં 13, ચિરંજીવી કોવિડ કેરમાં 11, કેપી હોસ્પિટલમાં 10, લાઇફ કોવિડ કેરમાં 10, અલંગ હોસ્પિટલમાં 9, રૂદ્ર હોસ્પિટલમાં 8, સૂચક હોસ્પિટલમાં 7, કોવિડ ન્યૂરો કેરમાં 7, શ્રીજી હોસ્પિટલમાં 7, લાઇફ હેલ્થ કેર સેન્ટરમાં 6, સાબૂ કીડની કેરમાં 6, મસ્તરામ સેવા ટ્રસ્ટ સેન્ટરમાં 5, લાઇફ કેરસેન્ટરમાં 5, નિલમ સર્જીકલ હોસ્પિટલમાં 4, વૃષ્ટિ હોસ્પિટલમાં 4, કોવિડનિર્મલ હોસ્પિટલમાં 3, નિકલંઠ હોસ્પિટલ તળાજામાં 3, રોટરી કોવિડ સેન્ટરમાં 3,ન્યૂ એડવાન્સ કોવિડ સેન્ટરમાં 2, નવજીવન હોસ્પિટલમાં 2, સ્પર્શ ક્લિનિકમાં 2, વર્ધમાન હોસ્પિટલમાં 2, ગ્લોબલ હોસ્પિટલમાં 1, બજરંગદાસ બાપા આરોગ્ય ધામમાં 1, સીતારામ હોસ્પિટલમાં 1 બેડ ખાલી હતા.

અન્ય સમાચારો પણ છે...