તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બઢતી:રાજ્યના 677 ASIને PSI તરીકે હંગામી પ્રમોશન અપાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યના પોલીસ દળમાં બિન હથિયારી એએસઆઈ તરીકે ફરજ બજાવતા 677 કર્મચારીઓને હંગામી ધોરણે 11 મહિના માટે પીએસઆઇ તરીકે એડહોક પ્રમોશન આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, બિન હથિયારી એએસઆઇને હંગામી ધોરણે બઢતીની જોગવાઇ ગુજરાત પોલીસ મેન્યુઅલમાં છે, જે મુજબ 11 મહિનાથી વધે નહીં તે રીતે હંગામી ધોરણે બઢતી અપાશે.

ગુનાની તપાસ, જરૂરી કાગળો તૈયાર કરવા, નિવેદનો મેળવવા, પુરાવા એકત્રિત કરવા જેવી કામગીરીમાં પીએસઆઇની કામગીરી મહત્ત્વની હોય છે. કાયદો વ્યવસ્થાની જાળવણી અને રાજ્યની મુલાકાતે આવતા મહાનુભાવોની સલામતી માટે PSI અધિકારીઓ જવાબદારી વધી જાય છે.

અન્ય સમાચારો પણ છે...