મહેનતનું પરિણામ:ભાવનગર જિલ્લામાં ધોરણ 10નું 67.58%પરિણામ આવ્યું, 814 વિદ્યાર્થીઓએ A1, 2928 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 395 શાળાઓ પૈકી માત્ર 9 શાળાઓએ જિલ્લામાં 100% પરિણામ મેળવ્યું, 0% વાળી 4 શાળા નોંધાઈ

ભાવનગર જિલ્લામાં માર્ચ 2022માં લેવાયેલી ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષા બોર્ડની પરિણામ આજ રોજ જાહેર થયું છે. જેમાં ભાવનગર જિલ્લાનું 67.58 ટકા આવ્યું છે.

માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધો. SSCની પરીક્ષાનું પરિણામ આજે સોમવારે સવારે 8 કલાકે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર જિલ્લાનું 67.58% પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાવનગર જિલ્લામાં 100 ટકા શાળાઓમાં માત્ર 9 શાળાઓ છે, ભાવનગર 0% વાળી 4 શાળાઓ છે.

ભાવનગર જિલ્લામાં sscમાં 2020માં 56.17 ટકા જેટલું નીચું પરિણામ નોંધાયું હતું. 2021માં કોરોના મહામારને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ વર્ષે 2022માં 67.58 ટકા સાથે 11 ટકા જેટલું વધ્યું હતું.

ભાવનગર જિલ્લામાં SSCની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થતાં જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં કુલ 32,656માંથી ઉપસ્થિત નોંધાયેલા 32,261 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં A1- 814, A2-2928, B1-4425, B2-5707, C1-5504, C2- 2327, D-95, E1-6032, E2-4428 ગ્રેડ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...