અભિયાન:શહેર-જિલ્લામાં 3 દિવસમાં 67,202 કિશોરો કોરોના રસીકરણથી સુરક્ષિત

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કિશોરોમાં આડઅસરનો એકપણ કિસ્સો મળ્યો નથી
  • 15થી 18 વર્ષના 12,673ને તૃતિય દિવસે કુલ રસીકરણ કરવામાં આવ્યું

રાજય સરકાર દ્વારા 3 જાન્યુઆરીને સોમવારથી ભાવનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 15થી 18 વર્ષના કિશોરોને કોરોના સામે સુરક્ષા ક્વચ પુરૂ પાડવા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં આજે રસીકરણના તૃતિય દિવસે શહેરમાં 7148 અને 10 તાલુકામાં કુલ 5525 મળીને સમગ્ર શહેર-જિલ્લામાં આજે કુલ 12,673 કિશોર-કિશોરીઓને વેક્સિનેશનમાં આવરી લેવાયા હતા. બે દિવસ સુધીમાં આ આંક 54,529નો હતો આમ ત્રણ દિવસમાં શહેર-જિલ્લામાં કુલ 67,202 કિશોર-કિશોરીઓને રસીકરણમાં આવરી લેવાયા છે.

ભાવનગર જિલ્લાના કુલ 10 તાલુકામાં આજે કુલ 173 શાળામાં 15થી 18 વર્ષના 5,525 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ રસીકરણ દરમિયાન કોઈપણ બાળકને કોઈપણ જાતની આડઅસર જોવા મળેલ નથી. આ જ રીતે ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા કુલ 13 વોર્ડમાં આજે કુલ 30 શાળામાં 7148 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.  

આમ, આજે સમગ્ર ભાવનગર જિલ્લા અને સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ મળીને 12,673 કિશોર-કિશોરીઓને કોરોના સામે સંરક્ષણાત્મક રસીકરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના 15થી 18 વર્ષના કિશોર- કિશોરીઓને આગામી ચારથી પાંચ દિવસમાં રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયું છે.

શહેરમાં કિશોરોને 55.16 ટકા વેક્સિનેશન
ભાવનગર શહેરમાં 15થી 18 વર્ષના કુલ 39,259 કિશોર-કિશોરીઓને રસીકરણનો લક્ષ્યાંક ફાળવાયો છે અને તેમાં પ્રથમ ત્રણ દિવસમાં 21,654 કિશોર-કિશોરીઓને રસીકરણ આપી દેવામાં આવતા કુલ લક્ષ્યાંકના 55.16 ટકા લક્ષ્યાંક સિદ્ધિ મળી છે.

અન્ય સમાચારો પણ છે...