શૈક્ષણિક:યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ સાયન્સમાં 65% બેઠકો ખાલી

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બીજા રાઉન્ડના અંતે આર્ટસમાં 45.30 %, સાયન્સમાં 34.79 % અને કોમર્સમાં 52.64 % બેઠકો ભરાઇ

MKB યુનિ.માં હાલ અનુસ્નાતક કક્ષાએ પ્રવેશના બે રાઉન્ડ પૂર્ણ થઇ ગયા છે અને ત્રીજા રાઉન્ડનો આરંભ થયો છે ત્યારે એડમિશનમાં જે ચિત્ર જોવા મળ્યું છે તે મુજબ ખાસ તો સાયન્સના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસમાં ધસારો ઘટી ગયો છે. એમએસસીમાં યુનિ.માં વિવિધ ભવનોમાં કુલ પ્રવેશ ક્ષમતા 1213ની છે તેની સામે બે રાઉન્ડના અંતે માત્ર 422 બેઠકો ભરાઇ છે. એટલે કે 34.79 ટકા બેઠકો ભરાઇ છે. તેની સામે બીએડ અને એમએડમાં સારો ધસારો છે જેમાં બીએડમાં 82.5 ટકા અને એમએડમાં તો પૂરી 100 ટકા બેઠકો ભરાઇ ગઇ છે.

ભાવનગરની યુનિ.માં આ વર્ષે પ્રવેશની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં અનુસ્નાતક કક્ષાએ એડમિશન પ્રક્રિયામાં બીએડ અને એમએડમાં સૌથી સારી પરિસ્થિતિ છે. જેમાં એમએડમાં તો કુલ 55 બેઠકો છે અને તે તમામ બેઠકો ભરાઇ ગઇ છે. જ્યારે બીએડમાં કુલ 360 પૈકી 297 બેઠકો ભરાઇ ગઇ છે. એટલે કે શિક્ષણ ક્ષેત્રે રોજગારીની તકો પુન: વધી હોય હવે તેમાં ધસારો વધ્યો છે.

જ્યારે એમએસસીમાં આઇસી, આઇટી જેવા ક્ષેત્રે ધસારો ઘટી ગયો છે. તો એમએમાં અંગ્રેજીમાં 314ની ક્ષમતા સામે માત્ર 69 બેઠક ભરાઇ હોય 88 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે. આવું જ સંસ્કૃતમાં છે જેમાં કુલ 76 બેઠકો પૈકી 15 બેઠકો જ ભરાતા 80 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે.

આઇટી અને આઇસીમાં પણ બેઠકો ખાલી
એમએસસી આઇસી અને એમએસસી આઇટીમાં પણ બેઠકો ખાલી રહી ગઇ છે. જેમાં એમએસસી આઇસીમાં કુલ 225 પૈકી 69 બેઠકો એટલે કે માત્ર 30 ટકા જેવી બેઠકો ભરાઇ ગઇ છે. જ્યારે એમએસસી આઇટીમાં કુલ 375 પૈકી માત્ર 47 જ બેઠકો ભરાતા 88 ટકા જેવી બેઠકો ખાલી રહી ગઇ છે.

બીએડ-એમએડમાં સ્થિતિ સુધરી છે
યુનિ.માં પ્રવેશ કાર્ય ચાલી રહ્યું છે તેમાં બીએડ અને એમએડમાં પ્રવેશ માટે સ્થિતિ સુધરી છે કારણ કે હવે ભરતી શરૂ થઇ હોય ધસારો વધ્યો છે. આ ઉપરાંત તમામ અનુસ્નાતક ફેકલ્ટીમાં જ્યાં બેઠકો ખાલી છે ત્યાં 2 ઓગસ્ટ સુધી પ્રવેશ પ્રક્રિયા થશે અને બેઠકો ભરાઇ જશે એટલે પ્રવેશ બંધ કરાશે. - ડો.એમ.એમ. ત્રિવેદી, કુલપતિ, એમકેબી યુનિ.

મુખ્ય ફેકલ્ટી અને પ્રવેશની સ્થિતિ

વિદ્યાશાખાકુલ ક્ષમતાબેઠકો ભરાઇટકાવારી
એમ.એ.147967045.30 ટકા
એમ.એસસી.121342234.79 ટકા
એમ.કોમ.121063752.64 ટકા
એમએચઆરડી150117.33 ટકા
એમએસડબલ્યુ177063735.99 ટકા
એમએડ5555100 ટકા
બીએડ36029782.5 ટકા
એલએલબી26415859.85 ટકા
કુલ બેઠકો6501288244.33 ટકા
અન્ય સમાચારો પણ છે...