તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્લાઝમા સારવાર:ફેફ્સામાં 65% ચેપ, રેમીડેસિવર વિના ફક્ત પ્લાઝમા દ્વારા કોરોનાને હરાવ્યો

ભાવનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પાલીતાણા થી કલ્પેશભાઈ સર ટી. હોસ્પિ. આવીને તાત્કાલિક છઠ્ઠી વાર પ્લાઝમા આપી ગયા
 • દસે’ક સેવાભાવીઓ એવા છે કે જે નિ:સ્વાર્થ ભાવે પ્લાઝમા ડોનેટ કરે છે
 • રેમડેસિવિરની અછતમાં પ્લાઝમા ડોનેટ કરવું બને છે જીવનદાન

ભાવનગરમાં કોરોના નાં કેસ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. અત્યારે લોકો દવાઓ અને હોસ્પિટલ માં બેડ લેવા માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે સર.ટી. હોસ્પિટલ ની બ્લડ બેંક ખાતે રોજિંદા 9 થી 10 એવા લોકો પણ આવે છે જે નિસ્વાર્થ પ્લાઝમા ડોનેટ કરે છે જેથી જરૂરિયાતમંદો ની સારવાર થઇ શકે. ભાવનગર માં એવા ઘણા દર્દીઓ છે જેમણે કોરોના દરમિયાન ફક્ત પ્લાઝમા ની સારવાર દ્વારા આરોગ્યની લડત જીતી હોય.

મૂળ વેળાવદરનાં તળાજા તાલુકાના રખૂબેન ભટ્ટને ( ઉમર 55 વર્ષ) ભાવનગરની પલ્સ હોસ્પિટલમાં તા.20 એપ્રિલનાં રોજ દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કર્યા બાદ દર્દીનું ઓકિસજન લેવલ ફક્ત 51 ની આસપાસ હતું. દર્દી નાં સગાઓ દ્વારા રેમીડેસિવર માટે પણ ખૂબ તપાસ કરવામાં આવી હતી છતાં તેમને ઇન્જેક્શન ન મળ્યું. ત્યારબાદ દર્દી નાં જમાઈ ની વાત પાલીતાણા ખાતે રહેતા કલ્પેશભાઈ દવે સાથે થઈ અને તેઓ બીજા દિવસે સવારે જ પ્લાઝમા આપવા સર.ટી. હોસ્પિટલ પહોંચી ગયા હતા.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

દર્દી નાં જમાઈ વિપુલભાઈ બારૈયા પણ કોરોના થી જ સાજા થયેલ હતા પરંતુ 28 દિવસ પૂર્ણ ન થાય હોવાથી તેઓ પ્લાઝમા આપી શકે એમ નહોતા. રેમીડેસિવર ન મળ્યા બાદ પરિવારજનો ખૂબ ચિંતિત હતા કારણકે દર્દી નાં ફેફસાને પણ 65 ટકા અસર થઈ ચૂકી હતી. છતાં કલ્પેશભાઈ દ્વારા છઠ્ઠી વાર રખૂબેન ને પ્લાઝમા આપવામાં આવ્યું.

વિપુલભાઈ બારૈયા દ્વારા મંગળવારે પ્લાઝમા ડોનેશન કરવામાં આવ્યું છે. તેમનું માનવું છે કે તેમના પરિવાર ની જરૂરિયાત સમયે કોઈએ મદદ કરી હતી તો હવે તેમના પ્લાઝમા થી બીજા કોઈની પણ મદદ થઈ શકશે.

ગુરૂના શબ્દો પર ચાલીને મારે રાત્રે સૂતા પહેલા સંતોષ થાય તેવું આરોગ્યલક્ષી કામ કરવું હતું
હું પોતે 42 વાર રક્તદાન કરી ચુક્યો છું અને આ પહેલા 5 વાર સ્વયંસેવી રીતે પ્લાઝમા આપવા સર.ટી. આવ્યો હતો. મને જ્યારે જાણ થઈ કે ફેફસાની ગંભીર અસરો સાથે એક દરદીને પ્લાઝમા ની જરૂર છે ત્યારે તરત જ હું પાલિતાણાથી ભાવનગર આવ્યો અને છઠ્ઠી વાર પ્લાઝમા આપ્યું. હું ઑક્ટોબર માં નેગેટિવ આવ્યા પછી મારા એક ગુરુના શબ્દો પર ચાલ્યો છું કે રાત્રે સૂતા પહેલાં એક એવું કામ કરવું જેનાથી મનુષ્ય હોવાનો સંતોષ થાય. એટલે જ મેં આ કાર્ય કર્યું છે. > કલ્પેશભાઈ દવે, સ્કુલ ઇન્સ્પેકટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો