તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:65 બેડની રેલવે હોસ્પિટલને કોરોના દર્દીઓ માટે ફાળવાઇ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દર્દીઓની સારવારમાં વધારો કરવાના હેતુથી
 • ભાવ.માં કોરોનાના દર્દીઓને મળશે રાહત

સમગ્ર દેશ, રાજ્યની સાથે ભાવનગરમાં પણ કુદકે ને ભૂસકે વધી રહેલા કોરોના કેસની સામે બાથ ભીડવા માટે ભાવનગર ડિવિઝનલની રેલવે હોસ્પિટલને ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે મંજૂરી આપવામાં આવી છે.

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દર્દીઓની સતત કોરોના પોઝિટિવની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખી અને તંત્ર દ્વારા દર્દીઓની સારવાર માટેની સવલતમાં વધારો થાય તેવા હેતુથી ભાવનગર ડિવિઝનલ રેલવે હોસ્પિટલની 65 બેડની હોસ્પિટલને ડેડિકેટેડ કોવિડ-19 તરીકે માન્યતા આપવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગરમાં લેપ્રસી હોસ્પિટલ ખાતે પણ કોરોનાના દર્દીઓની સારવાર માટેની સવલતો ઉભી કરવામાં આવી રહી છે. શહેરની રેલવેની હોસ્પિટલના 65 બેડનો ઉમેરો થતા દર્દીઓને આંશિક રાહત મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો