પરીક્ષા:GPSCની પરીક્ષામાં 64.26% પરીક્ષાર્થી ગેરહાજર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેપરમાં કરંટ અફેર સહિતના પ્રશ્નોએ પરીક્ષાર્થીઓને મુંઝવ્યા

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) આજે રવિવારે વર્ગ-1, 2ની 102 જગ્યાની ભરતી માટેની પ્રીલિમ એક્ઝામ લેવામાં આવી જેમાં ભાવનગર શહેરમાં કુલ 25 પરીક્ષા સેન્ટર ખાતે કુલ 11,093 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જેમાં પ્રથમ સેશનમાં સવારથી બપોર સુધીમાં કુલ 4015 પરીક્ષાર્થી હાજર અને 7078 પરીક્ષાર્થી ગેરહાજર નોંધાયા હતા જ્યારે બીજા સેશન બપોરના 3થી સાંજના 6 સુધીમાં 3934 પરીક્ષાર્થી હાજર અને 7079 પરીક્ષાર્થી ગેરહાજર નોંધાયા હતા.

આમ એકંદરે બન્ને સેશનમાં 64.26 ટકા પરીક્ષાર્થી ગેરહાજર અને 35.74 ટકા પરીક્ષાર્થી હાજર નોંધાયા હતા. પેપરમાં કરંટ અફેર સહિતના પ્રશ્નોએ પરીક્ષાર્થીઓને મુંઝવ્યા હતા. જ્યારે સરકારની સિદ્ધી અને યોજનાઓના પ્રશ્નો પણ ગુંચવડાભર્યા રહ્યા હતા તો બંધારણ અને ઈતિહાસના પ્રશ્નો સરળ હતા.

અન્ય સમાચારો પણ છે...