તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર જિલ્લામાં ડિસેમ્બર માસમાં પ્રથમ સપ્તાહના આરંભથી કોરોનાનો વ્યાપ વધતો જાય છે જે ચિંતાજનક છે. જેમાં આજે તો માત્ર 24 કલાકના સમયગાળામાં કોરોના પોઝિટિવના નવા 32 કેસ મળતા હવે ફરી એક વખત કોરોના સામે સ્વયંશિસ્ત સાથે માસ્ક એ જ વેક્સિનનું સૂત્ર યાદ રાખી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી બની ગયું છે. અન્યથા ભાવનગરને હવે અમદાવાદ, રાજકોટ કે સુરત બનતા વાર નહીં લાગે. આજે ભાવનગર શહેરમાંથી કોરોનાના નવા 21 અને જિલ્લાના ગામડાઓમાંથી નવા 11 કેસ મળી આવ્યાં હતા.
ભાવનગર શહેર અને જિલ્લામાં ગત નવેમ્બર માસમાં કુલ 430 કેસ મળ્યા હતા એટલે કે રોજના સરેરાશ 14.33 કેસ મળ્યા જ્યારે ડિસેમ્બર શરૂ થતા પ્રથમ સપ્તાહના અંતે કુલ 151 કેસ મળ્યા એટલે કે રોજના 21.57 કેસની એવરેજ થઇ ગઇ .
આમ, નવેમ્બરની તુલનામાં ડિસેમ્બરમાં રોજના 7 કેસ વધુ મળતા થઇ ગયા છે. જે દર્શાવે છે કે ધીમી ગતિએ ભાવનગરમાં કોરોના પોતાનો સકંજો ફેલાવી રહ્યું છે. આમ દિવાળીમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કર્યા વગર બેકાબૂ ભીડ ઊમટી હતી તેનું હવે રિએકશન જોવા મળી રહ્યું છે.
ભાવનગર શહેરમાં કોરોનાના 21 કેસ મળ્યા
ભાવનગર શહેરમાં આજે નવા 21 પોઝિટિવ કેસ મળ્યા હતા. જેમાં 19 પુરૂષ દર્દી અને 2 મહિલા દર્દીનો સમાવશે થાય છે. જ્યારે 17 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. જેમાં 13 પુરૂષ અને 4 મહિલાનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ 3449 દર્દી પોઝિટિવ નોંધાયા છે અને તે પૈકી 3363 દર્દી સાજા થઇ ગયા છે. 43 દર્દી હાલ સારવાર લઇ રહ્યાં છે.
ભાવનગરના ગ્રામ્યમાં કોરોનાના 11 કેસ મળ્યા
ભાવનગર ગ્રામ્ય પંથકમાં આજે નવા 11 પોઝિટિવ કેસ મળ્યા હતા. જેમાં 7 પુરૂષ દર્દી અને 4 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે 4 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. અત્યાર સુધીમાં કુલ 3449 દર્દી પોઝિટિવ નોંધાયા છે અને તે પૈકી 3363 દર્દી સાજા થઇ ગયા છે. 43 દર્દી હાલ સારવાર લઇ રહ્યાં છે.1468 લોકો હાલ હોમ કોરોન્ટાઇન છે.
જિલ્લામાં રિકવરી રેઇટ 96.82 % થઈ ગયો
ભાવનગર જિલ્લામાં લાંબા સમયથી કોરોનામાં રિકવરી રેઇટ 97 ટકા કે તેનાથી વધુ ચાલતો આવતો હતો પણ આખરે એક સપ્તાહમાં કેસની સંખ્યા વધતા અવે રિકવરી રેઇટ ઘટીને 96.82 ટકા થઇ ગયો છે. આજની તારીખે ભાવનગર જિલ્લામાં 5380 દર્દીઓ પોઝિટિવ નોંધાયા તે પૈકી 5209 દર્દી સાજા થઇ ગયા છે.
કોર્પો.ની માસ્ક ડ્રાઇવમાં 35000નો દંડ
મહાનગરપાલિકાની રિકવરી ટીમ દ્વારા આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં માસ્ક ડ્રાઇવ દરમિયાન 35 લોકોને માસ્ક ન પહેરવા બદલ રૂ.35,000નો દંડ વસુલ કર્યો હતો. માસ્ક ડ્રાઇવ ટીમ દ્વારા કોમર્શિયલ વિસ્તારોમાં સતત ડ્રાઇવ ગોઠવી વેપારીઓને દંડ ફટકારી માસ્ક પહેરી રાખવાની આદત પાડવામાં આવી રહી છે.
1 માસમાં એક્ટિવ દર્દીની સંખ્યા બમણી થઇ
જિલ્લામાં છેલ્લાં 1 માસમાં કોરોનાની સારવાર લેતા એક્ટિવ દર્દીઓની સંખ્યા બેવડાઇ છે. જે દર્શાવે છે કે ભાવનગરમાં પણ કોરોનાની બીજી લહેર કાર્યરત તો છે જે. ગત તા.7 નવેમ્બરના રોજ ભાવનગર જિલ્લામાં સારવાર લેતા દર્દોઓની કુલ સંખ્યા 46 હતી તે આજે એક માસે વધીને 95 થઇ ગઇ છે. જે દર્શાવે છે કે હોસ્પિટલોમાં દર્દીઓ વધી રહ્યાં છે. આજની સ્થિતિએ શહેરમાં 43 અને ગામડાઓમાં 52 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.