નિર્ણય:કોરોનામા ગ્રાંટ વપરાયા બાદ અંતે આંગણવાડી માટે 63 લાખ ફાળવ્યા

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવાદાસ્પદ લગત જમીનનો નિવેડો, આંગણવાડી બનશે
  • વર્ષ 2019માં 50 % થી વધુ રકમ પૂર્વના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આંગણવાડી માટે વાપરવા નિર્ણય કર્યો હતો

ભાવનગર પૂર્વ વિધાનસભાના ધારાસભ્યએ આંગણવાડીઓ માટે ત્રણ વર્ષ પૂર્વે ગ્રાન્ટ ફાળવવા નિર્ણય જાહેર કર્યો હતો પરંતુ કોરોનાને કારણે ગ્રાન્ટ આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં આવ્યા હતા. જેથી તેઓએ કરેલો નિર્ણય અમલમાં મુકતા 9 આંગણવાડી માટે રૂ. 63 લાખની ફાળવણી કરવામાં આવી છે.

ધારાસભ્ય વિભાવરીબેન દવેએ પોતાની ગ્રાન્ટમાંથી આગણવાડીઓ જે ભાડાના મકાનમાં ચાલે છે એ આંગણવાડીને પોતાનું મકાન મળે અને અદ્યતન આધુનિક બનાવવા વર્ષ 2019માં 50% થી વધુ રકમ ફાળવવા નિર્ણય કરેલો હતો. પરંતુ કોરોનાને કારણે સંપૂર્ણ રકમ કોરોના સાધનો અને એડવાન્સ એમ્બ્યુલન્સ માટે ફાળવી હતી. 2019 ના કાર્યને પૂર્ણ કરવા માટે હાલ કુલ આઠ સ્થળોએ આંગણવાડી બનાવવા માટે દરેક આંગણવાડી દીઠ રૂ.7 લાખની ગ્રાન્ટ ફાળવી છે હાલ કુલ 9 આંગણવાડી બનાવવા રૂ. 63 લાખ સુધીની રકમ ફાળવી છે.

જેમાં દક્ષિણ સરદારનગરમાં બે, એક ભાગ્યોદય સોસાયટી અને બીજી ભરતનગર સિંગળીયા ખાતે હાલ આંગણવાડી કાર્યરત પણ થઈ ગઈ છે. જ્યારે એક કરચલિયા પરા જોગીવાડની ટાંકી ઇન્ડિયા હાઉસ પાસે બનાવવાની કામગીરી હાથ ધરાયેલી છે.

સામાન્ય રીતે પછાત વિસ્તાર અને જરૂરિયાતમંદ લોકો રહેતા હોય તેવા વિસ્તારમાં સગવડ વધે સારી રીતે પોષણ શિક્ષણ મેળવી શકે યોજનાઓનો લાભ મળી શકે માટે પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 50%રકમ આગણવાડી માટે ફાળવશે.આંગણવાડી બાળકોને પૂરતી જગ્યા સગવડ તો આપશે જ સાથે સાથે અંદર બહાર આકર્ષક ચિત્રો જેમાં પોષક આહાર અને પ્રાથમિક શિક્ષણ મળવા માટે ઉપયોગો બને તેવા હશે. અને હજુ જરૂર જણાય જગ્યા ઉપલબ્ધ થયે બીજી ત્રણ થી ચાર આંગણવાડી બનાવવા ગ્રાન્ટ ફાળવવાની તેમણે તૈયારી દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...