શહેરના ઉત્તર કૃષ્ણનગરમાંથી આજે વહેલી સવારે લોકલ ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે રેઈડ કરી વિદેશી દારૂની કુલ 624 બોટલ અને દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાતી 3 મોટર સાઈકલ જપ્ત કરી 1 શખ્સ વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો.
શહેરના ઉત્તર કૃષ્ણનગર કુવાવાળા ચોક આગળ નરસંગદાદાના મંદિર પાસે રાહુલ ઉર્ફે ચીની નામનો શખ્સ બહારથી મંગાવેલો વિદેશી દારૂનો જથ્થો બાઈકમાં અલગ અલગ માણસો દ્વારા હેરફેર કરવે છે તેવી લોકલ ક્રાઈમબ્રાંચને મળેલી બાતમીના આધારે વહેલી સવારે રેઈડ કરતા અહીં કોઈ શખ્સ હાજર મળી આવ્યું નહોતું.
પરંતુ પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 624 બોટલ તથા ત્રણ બાઈક મળી આવતા પોલીસે કુલ રૂ. 1,96,800નો મુદ્દામાલ કબ્જે લઈ રાહુલ ઉર્ફે ચીની જયેશભાઈ મારૂ (રહે. ઉત્તર કૃષ્ણનગર, મફતનગર) વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. તેમજ મહુવા પોલીસે ફિરોઝ યુસુફભાઈ ગાહા (રહે. ડુંગર, તા. રાજુલા)ને બીયરના ટીન નંગ 4 સાથે ઝડપી પાડી ગુન્હો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.