કાર્યવાહી:પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ 62 વેપારીઓને રૂા.29 હજારનો દંડ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્તી ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં કુલ 62 વેપારીઓને રૂ.29400નો દંડ ફટકારવામાં આવ્યો હતો.\n સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની પ્લાસ્ટિક જપ્તી ડ્રાઇવ છેલ્લા ઘણા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહ્યા બાદ આજે અચાનક ત્રાટકી હતી.

પરંતુ જપ્તી ડ્રાઇવ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા જથ્થાબંધ વેપારીને ત્યાં દરોડો પાડે તે પૂર્વે જ આગોતરી જાણ થઈ જતા દુકાનો બંધ કરી દીધી હતી. છતાં પ્લાસ્ટિક જપ્તી ટીમ દ્વારા શહેરના મામાના ખાણીયા, દાણાપીઠ, એમ.જી.રોડ, શેલારશા થી સ્ટેશન રોડ અને અલકા ટોકીઝ રોડ સહિતના વિસ્તારોમાં છ ટીમ દ્વારા છૂટક વેપારીઓને ત્યાં તપાસ કરી 62 વેપારીઓ પાસેથી 7.900 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. અને આ વેપારીઓને રૂ.29,400 દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...