તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસુલાત:RTO દ્વારા 61.11 કરોડ ટેક્સ અને દંડની રકમની વસુલાત

ભાવનગર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 3 મહિનામાં જ 20.78 કરોડ દંડ-ટેક્સ સ્વરૂપે ભરાયા

ભાવનગર આર.ટી. ઓ કચેરી દ્વારા ફાઈનાન્સીયલ વર્ષ નાં અંતમાં ટેક્સ અને દંડ ની રકમની જોર શોરથી વસૂલી કરવામાં આવી હતી. આર.ટી. ઓ કચેરી દ્વારા ઓવરલોડ , ઓવર ડાઈ મેન્શન , રોડ સેફ્ટી, ટેક્સ રિકવરી વગેરે નાં પ્રશ્ને દંડ ની રકમ વસૂલવામાં આવે છે. વર્ષ 2020 -21 માં ભાવનગર ની પ્રજાએ કુલ 61.11 કરોડ નો ટેક્સ અને 2.32 કરોડ ની દંડ ની રકમ ભરી છે. છતાં રોડ સેફ્ટી ને લઈને હજી ભાવનગર ની જનતામાં જાગૃતિ જરૂરી છે.

ભાવનગર ની જનતા પાસેથી દંડ ની રકમ વસૂલ કરવા પાછળ નો હેતુ એ હોય છે કે તેઓ કાયદામાં રહીને સલામત રીતે વાહન ચલાવે. કોરોના નાં લોકડાઉન દરમિયાન ખૂબ ઓછા વાહનો રોડ પર ચાલતા હોવાથી રોડ સેફ્ટી કે દંડ નાં પ્રશ્નો ઊભા થયા નહોતા. ધીમે ધીમે લોકડાઉન માં છૂટછાટ આપતા જાન્યુઆરી મહિનામાં 6.35 કરોડ, ફેબ્રુઆરી મહિનામાં 6.05 કરોડ અને માર્ચ મહિનામાં 8.38 કરોડ ની દંડ અને ટેકસની રકમ વસૂલવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો