એક્સક્લૂઝિવ:ભાવનગરમાં ચીપની અછતથી 6000 લોકો લાયસન્સની રાહમાં; RTOમાં કાર્ડની અછત હોવાથી લાયસન્સની પ્રિન્ટ માન્ય ગણાશે

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ભાવનગર આરટીઓમાં ત્રણ માસથી લોકોને નડે છે પરેશાની
  • રાજ્યભરમાં લાયસન્સના કાર્ડ સપ્લાય કરતી એજન્સીના કરાર પ્રશ્ને ગુંચવાડો સર્જાતા તંગી

ભાવનગર સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ લાઇસન્સ સપ્લાય કરતી એજન્સીનો કરાર ઘણા સમયથી પૂર્ણ થતા કાર્ડની સપ્લાય અટકી છે.ભાવનગર આરટીઓમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા બે મહિનાથી ભાવનગર આરટીઓમાં 6000 જેટલા લાયસન્સ પેન્ડીંગ છે. અરજદારોને કાર્ડના અભાવે બે-બે મહિનાથી લાઇસન્સ મળ્યું નથી. આરટીઓમાં દર મહિને 4500 જેટલા અરજદારોના નવા લાયસન્સ કે રિન્યુ લાઇસન્સ ઈશ્યૂ થાય છે.

આરટીઓ દ્વારા વાહન ચાલકો પોલીસ કાર્યવાહી કે દંડથી બચી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને વાહન ચાલકો ઓનલાઇન પ્રિન્ટ કાઢીને દંડથી બચી શકશે.ભાવનગર સહિત રાજ્યભરની આરટીઓમાં ડ્રાઈવિંગ લાઇસન્સ માટેના કાર્ડ ખલાસ થઇ જતા અરજદારોને લાઇસન્સ આપવાની કામગીરી છેલ્લા ત્રણ માસથી ઠપ થઇ ગઈ છે.રાજ્યના પરિવહન વિભાગે ખાસ પરિપત્ર કરીને જણાવ્યું છે કે સ્માર્ટકાર્ડ આવે ત્યાં સુધી અરજદારો પરિવહન વિભાગની વેબસાઈટ પરથી ડ્રાઈવિંગ લાઇસન્સ એ4 સાઈઝમાં પ્રિન્ટ ડાઉનલોડ કરી શકશે અને તે પણ માન્ય ગણાશે.

આ ઉપરાંત એમ પરિવહન અને ડીજીલોકરમાં પણ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઈવિંગ લાઇસન્સ પણ માન્ય ગણાશે. આમ રાજ્યકક્ષાએ છેલ્લા બે ત્રણ મહિનાથી સ્માર્ટ ડ્રાઈવીંગ લાયસન્સ સપ્લાય કરતી એજન્સીના કરાર તેમજ ચીપની અછતથી લોકોને લાયસન્સ મેળવવામાં મુશ્કેલી નડી રહી છે.

નિયમોનું પાલન કરવાથી અકસ્માતથી બચી શકાય
વાહન ચાલકો વાહન ચલાવતી વખતે આરટીઓ અને રોડ સેફટી નિયમોનું પાલન કરે તો અકસ્માતના બનાવો ન બને

  • નશામાં ડ્રાઇવીંગ ન કરવુ
  • રોંગ સાઇડ ડ્રાઇવીંગ ન કરવુ
  • 18 વર્ષથી નીચેનાએ ડ્રાઇવીંગ ન કરવુ
  • હિટ એન્ડ રન
  • લાપરવાહીથી ડ્રાઇવીંગ ન કરવુ
  • મોબાઇલમાં વાતો કરતા ડ્રાઇવીંગ ન કરવુ

પ્રિન્ટ ડ્રાઈવિંગ લાઇસન્સના વિકલ્પ તરીકે માન્ય
ભાવનગર સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ લાઇસન્સ સપ્લાય કરતી એજન્સીનો કરાર ઘણા સમયથી પૂર્ણ થતા કાર્ડની સપ્લાય કાર્ડના અભાવે જ્યારે ડ્રાઈવિંગ લાઇસન્સ વિતરણ ઠપ છે ત્યારે પરિવહન વિભાગે એક પરિપત્ર કર્યો છે જેમાં જણાવાયું છે કે mparivahan અને Digilocker ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય દસ્તાવેજ તરીકે ઉપલબ્ધ છે.

અરજદારના ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત સેવાઓની અરજી એપ્રૂવ થયેથી સ્માર્ટકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અરજદારના રજિસ્ટર્ડ એડ્રેસ પર પહોંચે તે સમયગાળામાં અરજદાર ડ્રાઇવિંગ લાઇસન્સના એ-4 સાઈઝ પ્રિન્ટ ડાઉનલોડ કરી શકે છે જે અરજદાર અરજી એપ્રૂવ થયેથી અરજદારને મોબાઇલ નંબર પર મળેલી એસએમએસ લિંક અથવા સારથી પોર્ટલ પર પ્રિન્ટ ડ્રાઈવિંગ લાઇસન્સ વિકલ્પ પસંદ કરી ડાઉનલોડ કરી શકે છે તેમજ ડાઉનલોડ કરેલ આ દસ્તાવેજ મોટર વ્હિકલ રુલ્સ, 1989 અંતર્ગત માન્ય ગણવામાં આવે છે.

સેન્ટ્રલ એજન્સી દ્વારા કામગીરી થાય છે
અમદાવાદ સેન્ટ્રલ એજન્સી દ્વારા સ્માર્ટ કાર્ડ પ્રિન્ટીંગ કામગીરી થતી હોય છે પરંતું એજન્સી કેન્સલ થવામાં હતી જો કે ફરી એજન્સીએ કાર્ડ પ્રિન્ટીંગની કામગીરી શરૂ કરી છે.હાલમાં ભાવનગર આરટીઓમાં વાહન ચાલકને 15થી20 દિવસમાં કાર્ડ ઇસ્યુ કરી દેવામાં આવે છેે.ધીમે ધીમે એજન્સી દ્વારા કાર્ડ પ્રિન્ટની કામગીરી શરૂ કરાઇ છે એટલે વધુ સમય નહીં લાગે.દર મહિને નવા અને રિન્યુ લાયસન્સ મળીને 4500 જેટલા લાયસન્સની કામગીરી થાય છે. > ડી.એચ. યાદવ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગર

અન્ય સમાચારો પણ છે...