હડતાલની અસર:ભાવનગર જિલ્લામાં રૂા.600 કરોડ, શહેરમાં 250 કરોડનું ટર્નઓવર ઠપ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 સરકારી બેંકોની 105 બ્રાંચમાં બે દિવસની હડતાલની અસર

સરકારે બજેટમાં બે બેન્કો અને વીમા કંપનીઓનું ખાનગીકરણ કરવાનું નક્કી કર્યું છે ભાવનગર સાથે રાજ્ય અને રાષ્ટ્રમાં તા.16 અને 17 ડિસેમ્બર બે દિવસ સુધી રાષ્ટ્રવ્યાપી હડતાલના કારણે ભાવનગર જિલ્લામાં 550થી 600 કરોડ અને ભાવનગરમાં 250 કરોડનુ ટર્નઓવર અટકી પડયુ હતુ. તેના કારણે અસંખ્ય લોકોને તકલીફનો સામનો કરવો પડયો હતો.

ભાવનગરમાં 12 સરકારી બેંકની 105 જેટલી શાખાના અને ફેડરલ બેંક સહિતના અઢી હજાર જેટલા કર્મચારીઓ આ હડતલામાં જોડાયા હતા. જેથી બે દિવસમાં ભાવનગરમાં 600 કરોડનો બેન્કિંગ વ્યવહાર ઠપથઇ જશે. આવતી કાલ તા.16ને ગુરૂવારે સવારે 11 કલાકે શહેરમાં આતાભાઇ ચોક , બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે ખાનગીકરણના વિરોધમાં સૂત્રાચ્ચારનો કાર્યક્રમ રખાયો છે.

આજે સૌરાષ્ટ્રના દરેક શહેર અને તાલુકા કક્ષાએ દરેક બેંક પાસે દેખાયો યોજેલ સૌરાષ્ટ્ર કચ્છના 7000 જેટલા કર્મચારીઓ આજે હડતાલમાં જોડાયા હતા. જેમા ભાવનગર જિલ્લાા 2500 કર્મચારીઓ સામેલ હતા. ખાનગી બેંકો સર્વિસ ચાર્જ વધારતી જાય ખાનગી બેંકની અમુક સેવાઓ ડીજીટલ થયેલ છે. જે મજુર વર્ગ અને અશિક્ષીત વર્ગને ખાતા અોપરેટ કરવામાં મુસીબત પડે છે. તા.17મીની હડતાલ પછી સરકાર ખાનગીકરણની બાબતમાં પાછીપાની નહિ કરે તો યુએફબીયુ અચોક્કસ મુદતની હડતાલ પાડશે.

અન્ય સમાચારો પણ છે...