ધરપકડ:ચાઇનિઝ દોરી સાથે શહેર અને જિલ્લામાંથી 6 શખ્સો ઝડપાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાઇનિઝ દોરીના રીલ નંગ 180 રૂા. 31000ના મુદ્દામાલ સાથે કુલ છ શખ્સોને ઝડપી લીધા

આગામી મકરસંક્રાતીના પર્વ અનુસંધાને અતિ ઉત્સાહમાં માનવની જીંદગી તથા પશુ - પક્ષી માટે અતિ ઘાતક એવી પ્રતિબંધ ચાઇનીઝ દોરી તથા તુક્કલના વેચાણ પર રોક હોવા છતા ચાવડી ગેટથી અલકા ટોકીઝ રોડ પર જાહેરમાં પંકજ ગોવિંદભાઇ સોલંકી (રહે. ચાવડીગેટ) પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોય જેની તલાશી લઇ તેની પાસેથી ચાઇઝની દોરીના રીલ નંગ 7 સાથે રૂા. 1400ના મુદ્દામાલ તથા ગંગાજળીયા પાર્કિંગ પાસે જાહેર રોડ પર ઉસ્માન અબ્દુલભાઇ રહેમાનભાઇ પઠાણ (રહે. બોરડીગેટ) ને ચાઇનીઝ દોરીના રીલ નંગ - 2 સાથે એસ.ઓ.જી. પોલીસે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.

જ્યારે ગારિયાધારમાં એલસીબી તથા પેરોલ ફૅ્લો સ્કોવડ સંયુક્ત રીતે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન જાહેરમાં વેચાણ કરતા સલીમ ઉર્ફે મુનો કરીમખાન પઠાણ, હનીફ રૂસ્તમભાઇ શેખ, સંજય કાળુભાઇ પરમાર, શાહિદ હારૂનભાઇ ધાનાણી (રહે. તમામ ગારિયાધાર) સહિતનાને ચાઇનીઝ દોરીના રીલ નંગ 171 સાથે રૂા. 30,300ના મુદ્દમાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...