પરિણામ:સાયન્સમાં એ-1 ગ્રેડમાં જિલ્લામાં 11 પૈકી 6 તારલા જ્ઞાનમંજરીના

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરની શાળાઓનું વિગતવાર પરિણામ

આજે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થયું જેમાં સમગ્ર જિલ્લામાં એ વન ગ્રેડમાં કુલ 11 તેજસ્વી તારલાનો સમાવેશ થાય છે તે પૈકી એકલી જ્ઞાનમંજરી વિદ્યાપીઠના જ 6 વિદ્યાર્થી છે. ભાવનગર શહેરની વિજ્ઞાન પ્રવાહની શાળાઓનું વિગતવાર પરિણામ નીચે મુજબ છે.

જ્ઞાનમંજરી વિદ્યાપીઠમાં ધો.12 સાયન્સમાં જ્ઞાનનમંજરીના 6 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જેમાં હેલી પટેલ, પાર્થ વડોદરિયા, વત્સલ ત્રિવેદી, ધ્રૂવી શાહ, પ્રયાગ વેગડ અને ધ્રૂવ સવાણીનો સમાવેશ થાય છે. 99 કે તેનાથી વધુ પર્સન્ટાઇલ મેળવનારા 52 વિદ્યાર્થીઓ છે. 90 કે તેનાથી વધુ પર્સન્ટાઇલ મેળવનારા 328 વિદ્યાર્થીઓ છે. ગણિતમાં 100માંથી 100 2 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. ગુજકેટમાં દ્વિજ આદેશરાએ 120માંથી 120 અને પાર્થ વડોદરિયાએ 119 ગુણ મેળવ્યા છે. 115થી વધુ માર્ક મેળવનારાની સંખ્યા 7, 100થી વધુ ગુણ મેળવનારાની સંખ્યા 79 છે. 55 વિદ્યાર્થીઓએ 99 કે તેનાથી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે.

સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં ઝેડ.કે. મેંદપરા શાળાનું પરિણામ 100 ટકા રહ્યું છે. સ્વામિનારાયણ ગુરૂકુળમાં કુલ 206 વિદ્યાર્થીઓ પૈકી 11 તારલાઓએ એ-2, 31ને બી-1 તથા 82ને બી-2 ગ્રેડ આવ્યો છે. બી.એમ.કોમર્સ હાઇસ્કૂલમાં ઓવરઓલ પરિણામ 87.06 ટકા રહ્યું છે. રાજવીર વાળાએ 99.49 પર્સન્ટાઇલ સાથે શાળામાં પ્રથમ ક્રમ અંકે કર્યો છે. મિતલ ગોહિલે 97.84 સાથે બીજો અને જાન્વી ડાભીએ 95.02 પર્સન્ટાઇલ સાતે ત્રીજો ક્રમે અંકે કર્યો છે.

સારથિ વિદ્યા સંકુલમાં 95% ઉપર PR પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી 26.66 % તેમજ 90 % ઉપર PR પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી 33.33 % અને 85% ઉપર PR પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી 57.77 % અને એકંદરે શાળાનું પરિણામ 98.77 ટકા હાંસલ કરેલ છે. વિદ્યાધિશ વિદ્યાસંકુલનું કુલ પરિણામ 87.49. ટકા આવેલ છે.જેમ 99.83 p'tile સાથે મકવાણા મૌલિક સ્કૂલ પ્રથમ રહેલ. 99થી વધુ પર્સન્ટાઇલ 5 વિદ્યાર્થીઓએ મેળવેલ છે. આમ આ વર્ષે ધો.12 સાયન્સના પરિણામમાં ટકાવારીમાં વધારો થયો છે.

ધો.12 સાયન્સમાં જિલ્લાની શાળાઓનું શ્રેષ્ઠ પરિણામ, મહુવા કેન્દ્રનું 85.99, ગણેશ શાળા ટીમાણાનું 96.43 ટકા પરિણામ સાથે વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણાંક મેળવ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 12 સાયન્સ પરીક્ષાનું ભાવનગર જિલ્લાની શાળાઓનું શ્રેષ્ઠ પરિણામ આવેલ છે.

  • મહુવામાં ઘો.12 વિજ્ઞાન પ્રવાહનું મહુવા કેન્દ્રનું પરિણામ 85.99 ટકા જાહેર થયુ છે. મહુવા કેન્દ્રમાં 674 પરિક્ષાર્થીઓ નોંધાયેલ જે પૈકી 671 પરિક્ષાર્થીઓ પરિક્ષામાં હાજર રહેલ. જે પૈકી 577 પરિક્ષાર્થીઓ ઉતિર્ણ થતા કુલ પરિણામ 85.99 ટકા આવેલ છે.મહુવાની નૂતન વિદ્યાલય તથા સ્વામિ નારાયણ ગુરૂકુળ મહુવા 100 ટકા, મંગલમૂર્તિ વિદ્યાલય 97.56 ટકા, જીવન જયોત વિદ્યાલય બેલમપર 97.30 ટકા, બેલુર વિદ્યાલય 96 ટકા, ધ સ્કુલ ઓફ સાયન્સ 94 ટકા, રામકૃષ્ણ સ્કુલ એન્ડ હોસ્ટેલ 85 ટકા, વિ.એલ. માંગુકીયા (ઓથાવાળા) માધ્યમિક શાળા માળવાવ 82.35 ટકા, શેઠ એમ.એન. હાઇસ્કુલનું 64.13 ટકા પરિણામ આવેલ છે.
  • ધો-12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવેલ જેમાં વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ-સિહોરનું 82.14% પરિણામ જાહેર થયેલ. જેમાં શાળા પ્રથમ ક્રમાંકે ભાટિયા નીરવ 87.12%, શાળા દ્વિતીય ક્રમાંકે માલકાણી ફૈઝાન 83.50% અને શાળા તૃતીય ક્રમાંકે ગોળકિયા તુલસીબેન 81.07% મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.
  • ગણેશ શાળા ટીમાણાનું ધો.12 સાયન્સ પરીક્ષાનું 96.43 ટકા પરિણામ આવેલ છે.જેમાં શાળાના પાંચ વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક સાથે વિશેષ સિધ્ધી મેળવેલ છે જયારે શાળાના 140 વિદ્યાર્થીઓમાંથી 135 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.
  • સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ઉમરાળાનું ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 71.43 ટકા પરિણામ આવેલ છે.શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી પ્રથમ ત્રણ નંબરો પ્રાપ્ત કરી શાળાનું ગોરવ વધાર્યુ છે.
અન્ય સમાચારો પણ છે...