તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:કોરોના પોઝિટિવના નવા 6 કેસ મળ્યા, 5 દર્દી થયા કોરોનામુક્ત

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જિલ્લામાં રિકવરી રેઇટ 98.62 ટકા થયો
 • શહેરમાં 3 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 3 પોઝિટિવ કેસ

ગઇ કાલે 7 કેસ બાદ આજે સમગ્ર જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા હતા. તેની સામે 5 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 6071 કેસ નોંધાયા છે અને તેની સામે 5987 દર્દીઓ સાજા થઇ જતાં જિલ્લામાં કોરોનાનો રિકવરી રેઇટ 98.62 ટકા થયો છે. હાલ ભાવનગર શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 8 છે જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 7 દર્દીઓ કોરોનાની સારવાર લઇરહ્યાં હોય સમગ્ર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 15 છે.

ભાવનગર શહેરમાં આજે કોરોના પોઝિટિવના 3 નવા કેસ નોંધાયા છે તેમાં 3 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે 3 દર્દી કોરોનામુક્ત થયા તેમાં 1 પુરૂષ દર્દી અને 2 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. શહેર કક્ષાએ આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 3995 કેસ નોંધાયા છે અને તે પૈકી 3944 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતાં રિકવરી રેઇટ 98.72 ટકા થયો છે. શહેરમાં હાલ 8 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

ભાવનગર તાલુકા-ગ્રામ્યમાં આજે કોરોના પોઝિટિવના 3 નવા કેસ નોંધાયા છે તેમાં 2 પુરૂષ અને 1મહિલા દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે 2 દર્દી કોરોનામુક્ત થયા છે. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 2076 નોંધાયા છે અને તે પૈકી 2043 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતાં રિકવરી રેઇટ 98.41 ટકા થયો છે. શહેરમાં હાલ 7 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો