લમ્પીનો કહેર:ભાવનગરમાં વધુ 6 પશુઓના મોત, આજે નવા 140 કેસ નોંધાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યારે સુધીમાં ભાવનગર જિલ્લામાં લમ્પી વાઈરસ કુલ 6459 કેસ જેમાં 461 પશુઓના મોત

ભાવનગર જિલ્લામાં એક દિવસમાં 6 પશુઓના લમ્પી વાઈરસથી મોત થયા અને 140 નવા કેસ નોંધાયા હતા, વધુમાં 10 ગામોમાં સંક્રમણ જોવા મળ્યું હતું સાથોસાથ પોઝિટિવ કેસ વધવા સાથે મોતની પણ ઘટના વધતા પશુપાલકોમાં ચિંતા વધી રહી છે.

અત્યાર સુધીમાં 6459 પોઝિટિવ કેસ નોંધાયા છે
ભાવનગર જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પશુઓમાં જીવલેણ સાબિત થયેલા લમ્પીનું સંક્રમણ અનિયંત્રિત રહેતા કેસ વધવા સાથે મોતની પણ ઘટનાઓ પણ વધી રહી છે, ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 6459 પોઝિટિવ કેસ નોંધાયા છે.

10 તાલુકામાં 499 ગામો અસરગ્રસ્ત છે
ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ 6459 કેસ નોંધાયા છે અને કુલ 461 પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, પાલીતાણા, સિહોર, વલ્લભીપુર, ઘોઘા, અને તળાજા સહિતમાં દસ તાલુકામાં વાયરસના કેસ નોંધાતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે, દસ તાલુકામાં 499 ગામો અસરગ્રસ્ત છે, ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 2,29,147 નું રસીકરણ કરવામાં આવ્યું છે તેમ પશુપાલન વિભાગના અધિકારી કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...