ચોરી:ભાવનગરના કુંભારવાડા પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી 6 લાખ રૂપિયાનો તુવેરદાળ અને સીંગતેલના જથ્થાની ઉઠાંતરી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડુપ્લીકેટ ચાવીથી ગોડાઉન ખોલી ચોરીને અંજામ આપવામાં આવ્યો

ભાવનગરના સરકારી અનાજના ગોડાઉન માંથી 6 લાખથી વધુ રકમની તુવેરદાળ અને શીંગતેલ ના જથ્થા ની ચોરી થઈ જતા ખળભળાટ સર્જાયો છે જો કે 7 દિવસ પહેલા થયેલી ચોરીની ફરિયાદના કારણે મેનેજર સહિતનો સ્ટાફ શંકાના દાયરામાં આવ્યો છે હજુ બે-ત્રણ દિવસ પહેલા પાલીતાણાના સરકારી ગોડાઉનમાં તુવેર દાળ અને શીંગતેલની ચોરી બાદ ભાવનગર ના સરકારી અનાજ ના ગોડાઉનમાં ચોરી થઈ છે ભાવનગરમાં ચોરી થતા અનેક તર્ક વિત્રકો ઉભા થયા છે.

ડુપ્લીકેટ ચાવીથી ગોડાઉન ખોલી ચોરી કરવામાં આવી
શહેરના કુંભારવાડા પાસે આવેલ સરકારી અનાજના ગોડાઉન માંથી 7 દિવસ પહેલા ચોરી થઈ હતી. આ ગોડાઉન માંથી તુવેરદાળના 288 કટા અને સીંગતેલના 1 લીટરના 254 પાઉચની ચોરી થવા પામી છે કુલ રૂપિયા 6,09,520 રૂપિયાના જથ્થાની ડુપ્લીકેટ ચાવીથી ગોડાઉન ખોલી ચોરી કરવામાં આવી છે તેમ મેનેજર એ કહ્યું હતું. કુંભારવાડા પાસે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં સિક્યુરિટી સ્ટાફ તેમજ સીસીટીવીનો પણ અભાવ જોવા મળ્યો છે અને અહીં તસ્કરો માટે ખુલ્લું મેદાન છે છતાં તંત્રની આંખ ખુલતી નથી આ મામલે ગોડાઉન મેનેજરએ શહેરના બોરતળાવ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

સરકારી ગોડાઉનને જ ટાર્ગેટ કરી રહ્યા
ભાવનગર શહેર જિલ્લામાં પહેલા સરકારી અનાજ સંગે વગે થતા હોવાનો મામલો વારંવાર સામે આવતો હતો. પરંતુ હવે તો તસ્કરો સીધા જ સરકારી ગોડાઉનને જ ટાર્ગેટ કરી રહ્યા છે. જો આ સંદર્ભ તપાસ કરવામાં આવે તો લાખો નહીં પરંતુ હજી વધુ લાખો રૂપિયાનું ચોરી બહાર આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સવાલ એ છે કે આજદિન સુધી અનેક વખત સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. પરંતુ તેના મુખ્ય આરોપી સુધી હજી સુધી પોલીસ કે પુરવઠા વિભાગ પહોંચી શક્યું નથી ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...