વીજ કાપ:ભાવનગરમાં આજે આનંદનગર ફીડરના વિસ્તારોમાં 6 કલાકનો વીજ કાપ

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પીજીવીસીએલ ભાવનગર શહેર-1 વિભાગ દ્વારા આવતી કાલ તા.4 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં 6 કલાકનો વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સોમવારે આનંદનગર, મંગળવારે ખારગેટ ફીડર અને બુધવારે મોદી ઓર્ગેનાઇઝર ફીડરના વિસ્તારોમાં વીજ પુરવઠો મળશે નહી.

તા.4 ઓક્ટોબરને સોમવારે બંદર રોડ સબ સ્ટેશનના આનંદનગર ફીડર હેઠળના બ્લડ બેન્ક, મહિલા કોલેજનો અમુક વિસ્તાર, યશવંતરાય નાટ્યગૃહ, બીએમસી ફિલ્ટર, દાણીબાઇ છાત્રાલય તથા આસપાસનો વિસ્તાર, આંબાવાડી સ્વસ્તિક સોસાયટી તેમજ આજુબાજુનો વિસ્તાર, મહિલા કોલેજથી ઘોઘા સર્કલ સુધીનો વિસ્તાર, વીરભદ્ર અખાડા પાસેનો વિસ્તાર, ગુજરાત ગેસની આજુબાજુના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી. તા.2 ઓક્ટોબરને મંગળવારે સિટી સબ સ્ટેશનના ખારગેટ ફિડર હેઠળના પટેલ બોર્ડિંગ, ફોર પોલ, ખારગેટ ઇન્ડોરની સામે ફોર પોલ, દાઉજીની હવેલી, કાજીવાડ, શેરડી પીઠનો ડેલો, દરબાર ગઢ, રાંઘનપુરી બજાર તથા અમુક વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.

તા.6 ઓક્ટોબરને બુધવારે સરદારનગર સબ સ્ટેશનના મોદી ઓર્ગેનાઇઝર ફીડર હેઠળના હિમાલયા મોલ, મેક્સેસ સિનેમા, રિલાયન્સ પ્રોગ્રેસીવ, મોદી ઓર્ગેનાઇઝર, લીલા હોસ્પિટાલીટી, ક્રોમા, ઇસ્કોન મેગા સિટી ગેઇટ નંબર-1 તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.

અન્ય સમાચારો પણ છે...