વીજ કાપ:જવાહર ફીડરના વિસ્તારોમાં મંગળવારે 6 કલાક વીજ કાપ

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારના 7 વાગ્યાથી બપોરના 1 સુધી વીજકાપ
  • બુધવારે પોર્ટ કોલોની ફીડરના જૂના બંદર રોડ, સ્ટેશન રોડ વિ. વિસ્તારોમાં વીજ પુરવઠો નહીં મળે

ભાવનગર શહેર પશ્ચિમ ગુજરાત વીજ કંપની સિટી-1 ડિવીઝનમાં મંગળવારે સરદારનગર સબ સ્ટેશનના જવાહર ફીડર અને બુધવારે પોર્ટ કોલોની ફીડરના વિસ્તારોમાં વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે. વીજ લાઇન પર મેન્ટેનન્સની કામગીરી કરવાની હોય વીજ કાપ જાહેર કરાયો છે.

તા.16 નવેમ્બરને મંગળવારે સરદારનગર સબ સ્ટેશનના જવાહર ફીડર હેઠળના ઘોઘાસર્કલ, રોટરી ક્લબ, પલ્લવ ફ્લેટ, તેલઘાણી કેન્દ્ર, અવની પાર્ક, એરીસ્ટો કોમ્પલેક્સ, ઇનારકો, એચસીજી હોસ્પિટલ અને તેની આજુબાજુનો વિસ્તાર, સેનેટરીવાળો ખાંચો, સર પટ્ટણી રોડના અમુક વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.

તા.17 નવેમ્બરને બધુવારે વા્લ્કેટ ગેટ સબ સ્ટેશનના પોર્ટ કોલોની ફીડર હેઠળના પોર્ટ કોલોની, ડાયા પોચાની લાતી, ભાવનગર ફીડર, આલ્કોક એશડાઉન, જૂના બંદર, વાયરલેસ સ્ટેશન ઓફિસ તેમજ આજુબાજુના વિસ્તારોમાં સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.

અન્ય સમાચારો પણ છે...