તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ભાવનગરના તાલુકા પંચાયતના ભાજપના 6 ઉમદેવારો બિનહરીફ, 210 બેઠકોમાંથી 204 બેઠક પર ચૂંટણી થશે

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાવનગર જિલ્લાના તાલુકા પંચાયતમાં ફોર્મ ચકાસણી બાદ ચિત્ર સ્પષ્ટ થયું
 • તાલુકા પંચાયતની 210 બેઠકોમાંથી 6 બેઠકો ભાજપ બિનહરીફ જાહેર થઈ

તાલુકા પંચાયતમાં ભાજપની 6 બેઠકો બિનહરીફ

જયારે (1)વલ્લભીપુર તાલુકા પંચાયતની બેઠક દરેડ બેઠક પરથી ગીતાબેન કળથીયા તથા 9 મેલાણા બેઠક પરથી ગીતાબેન ઘોઘારી અને 12-નવાગામ(ગાયકવાડી) વર્ષાબેન ડાભી બેઠક (3) ઉમરાળા તાલુકા પંચાયત બેઠક 12-રંઘોળા બેઠક પર સુરેશ કુવાડીયા તથા 9-લંગાળા બેઠક પર ગુણવંતીબેન મિસ્ત્રી તેમજ જેસર તાલુકા પંચાયતની બેઠક નં. 12 -કાત્રોડી પર નિરુભા સરવૈયા મળી કુલ ભાવનગર જિલ્લાની તાલુકા પંચાયતમાં ભાજપના કુલ 6 બેઠક બિનહરીફ જાહેર થયેલી છે. હવે તાલુકા પંચાયતની 204 બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે.

ભાવનગર જિલ્લા પંચાયતની 40, 10 તાલુકા પંચાયતો અને ત્રણ નગરપાલિકાની ચૂંટણીઓ આગામી 28મી ફેબ્રુઆરીએ યોજાશે. ગઈકાલે ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 910 ઉમેદવારો પૈકીના 868 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. જયારે 42 ફોર્મ પરત ખેંચાયા હતા.

ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે જિલ્લાની 10 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે 563 ઉમેદવારે પોતાની ઉમદેવારી નોંધવી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાઓમાં મુખ્ય ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી, એનસીપી સહિતના અપક્ષો પણ ચૂંટણી મેદાનમાં છે. જેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી પર જેટલી બેઠકો પર ચૂંટણી લડે છે તેમ જાણવા મળી રહ્યું છે. જેથી ભાજપ-કોંગ્રેસ બાદ ત્રીજો મોટો પક્ષ આપ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો