ખેલીઓ ઝબ્બે:ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં આવેલા પટેલનગર વિસ્તારમાંથી 6 બાજીગરોઓ ઝડપાયા

ભાવનગરએક દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરના બોરતળાવ બાલવાટીકા પાસે આવેલ પટેલનગર પાસે જાહેર જગ્યામાં અમુક માણસો બેસીને ગંજી પતા વડે હાથ કાપનો જુગાર રમી રહેલા 6 શખ્સોને એલસીબીએ રોકડા રૂપિયા 50 હજાર સાથે પોલીસે રંગહાથ ઝડપી લીધા હતા.

ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બોરતળાવ બાલવાટીકા પાસે આવેલ પટેલનગર, શેરી નં.1, બજરંગ પ્રોવિઝન સ્ટોર્સનાં સામે ખાંચામાં, રઘુભા જીવુભા સરવૈયાનાં મકાનની બહાર જાહેર જગ્યામાં ગંજીપતાનાં પાના-પૈસા વતી હાથકાંપનો હાર-જીતનો જુગાર રમતાં 6 શખ્સોને રોકડ રૂ.51,840 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

જુગાર રમતા ઝડપાયેલા શખ્સો
ઝડપાયેલા શખ્સોમાં રામદેવસિંહ બાપાલાલ ગોહિલ (ઉ.વ.53), યશપાલસિંહ નાથુભા જાડેજા (ઉ.વ.33), ઘનશ્યામસિંહ પથુભા ગોહિલ (ઉ.વ.50), શકિતસિંહ બાપાલાલ ગોહિલ (ઉ.વ.40), નરેન્દ્દસિંહ ઉર્ફે નંદુભા વનરાજસિંહ ગોહિલ (ઉ.વ.46) અને રાજેન્દ્દસિંહ સુરૂભા ગોહિલ (ઉ.વ.41)ને એલસીબીએ રોકડા તથા સાહિત્ય સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખ્સો વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...