નોટિસ:6 આસિ. પોર્ટ ઓફિસરોને ટર્મિનેટ કરતી હાઇકોર્ટ : 1 મહિનાની નોટિસ

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂલ કરી GMBએ અને ભોગવવાનો વારો આવ્યો અધિકારીઓને
  • મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા જતિન પટેલ સહિતને ઝટકો

ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી)માં ફરજ બજાવી રહેલા 6 આસિસ્ટન્ટ પોર્ટ ઓફિસરોની નિમણૂંકને ગેરકાયદે ઠેરાવી અને ગુજરાત હાઇકોર્ટે તેઓને ટર્મિનેટ કરવાનો હુકમ આપ્યો છે. આ તમામને 10.10.2022 સુધીની વચગાળાની રાહત આપવામાં આવી છે. જીએમબી દ્વારા કરાર આધારીત 3 વર્ષ માટે આસિ. પોર્ટ ઓફિસરોની નિમણૂંક માટેની જાહેરાત પ્રસિધ્ધ કરી હતી, અને તા.24.6.2012ના રોજ લેખીત પરીક્ષા યોજાઇ હતી, તા.8.8.2012ના રોજ 3 વર્ષના કોન્ટ્રાક્ટથી નિમણૂંક આપવામાં આવી હતી.

દરમિયાન તા.22.4.2014ના રોજ જીએમબીએ રાજ્ય સરકાર સમક્ષ આસિ.પોર્ટ ઓફિસરોની કોન્ટ્રાક્ટ બેઝની પોષ્ટને કાયમી ધોરણે ભરવા મંજૂરી માંગી, સરકારે 9300-34800ના ગ્રેડમાં કાયમી પોષ્ટ ભરવા મંજૂરી આપી હતી. પરંતુ અહીં અર્થઘટન એ હતુકે, આસિ.પોર્ટ ઓફિસરોની પોષ્ટ કાયમી કરી છે, તે પોષ્ટ પર કરાર આધારીત ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવાની નહીં.

જીએમબીએ પીટીશનરોને નિયમીત કરાયા હોવાના તા.14.10.2014ના ઓર્ડરને રદ્દ કરી અને તા.2.5.2016ના રોજ આસિ. પોર્ટ ઓફિસરો દિલીપ ડાભી (અગાઉ ભાવનગર ફરજ બજાવી ચૂકેલા)સુરત, અંકુર ગુપ્તા, સિધ્ધિ પટેલ હેડ ઓફિસ, જતિન પટેલ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઇન્ચાર્જ જીએમબી વાઇસ ચેરમેન તળે, ભાવેશ ખાપંડી વેરાવળને નોકરીમાંથી ટર્મિનેટ કરવાનો હુકમ કર્યો હતો.

ઉપરોક્ત પીટીશનરોએ જીએમબીના ઓર્ડરને કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે તા.4.5.2016ના રોજ વચગાળાનો ઓર્ડર પાસ કરી પીટીશનરોને નોકરીમાં ચાલુ રાખવા વચગાળાનો હુકમ કર્યો હતો. અરજદારોએ 2019માં 7મા પગારપંચ અને સમકક્ષ અધિકારીઓને મળતા ભથ્થાઓ આપવા અપીલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે વચગાળાના હુકમને કાઢી નાંખી અને 6 આસિ. પોર્ટ ઓફિસરોને ટર્મિનેટ કરવાનો હુકમ કર્યો હતો અને 10.10.2022 સુધીની વચગાળાની રાહત આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...