વર્કશોપ:લેખકોના ઘડતર માટે ભારતીય વિચાર મંચ દ્વારા 5મીએ વર્કશોપ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રજ્ઞા પ્રવાહના શ્રીકાંત કાટદરેનું મુખ્ય વક્તવ્ય

નવા ઉભરતા લેખકોના ઘડતર અને એમના માર્ગદર્શન માટે ભાવનગરના ભારતીય વિચાર મંચ તા. 5 ડિસેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદ હોમિયોપથી કોલેજના સહયોગથી વર્કશોપ આયોજિત કરી રહ્યું છે જેમાં વિવિધ વિષયો પર વિષય નિષ્ણાતો દ્વારા લેખન-કળાની વિવિધ શૈલીઓ પર માર્ગર્દશન અપાશે. વર્કશોપમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકો ભાગ લઇ શકશે. વિદ્યાર્થીઓ માટે વર્કશોપની કોઈ ફી નથી. વર્કશોપનું ઉદ્ઘાટન પ્રજ્ઞા પ્રવાહના રાષ્ટ્રીય સહસંયોજક શ્રીકાંત કાટદરેના કીનોટ એડ્રેસ સાથે થશે અને સમાપન પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાની ઉપસ્થિતિમાં થશે.

ભાવનગર યુનિ.ના જુના સેનેટ હોલમાં 5મી ડિસેમ્બરે સવારે 10થી સાંજે 6 દરમિયાન યોજાનારા આ વર્કશોપમાં લેખન-કળાની વિવિધ શૈલીઓ ઉપર ગુજરાતી ભવનના અધ્યક્ષ ડૉ મહેન્દ્રસિંહ પરમાર, કાર્ટૂનિસ્ટ પી. સી. રાઠોડ, લેખક ડૉ. નીતિનભાઈ ત્રિવેદી, જયેશભાઇ દવે, જયેશભાઇ શુક્લ, પરેશભાઈ ત્રિવેદી તથા અન્ય વિષય નિષ્ણાતો દ્વારા વિવિધ લેખન શૈલીઓનો પરિચય, સાહિત્ય અને નવલકથા લેખન, પત્રકારત્વ અને સાંપ્રત પ્રવાહ લેખન , સોશ્યલ મીડિયા અને બ્લોગ લેખન અને હાસ્ય અને વ્યંગ લેખન જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. વર્કશોપમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે તે માટે www.bvm.emli.in વેબસાઈટ પર જવાનું છે. રજીસ્ટ્રેશનમાં કોઈ તકલીફ જણાય તો 7990250089 પર નિશીથભાઈ ભટ્ટનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...