વ્યવસ્થા:વયોવૃદ્ધ અને દિવ્યાંગો માટે ઘરે 58726 મતદાન મથકો ઊભા થશે

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ ગારિયાધાર અને સૌથી ઓછા મહુવામાં મતદારો
  • કામચલાઉ મતદાન મથકોમાં​​​​​​​ ગુપ્તતા જળવાઈ તે રીતે પ્રક્રિયા હાથ ધરાઇ

ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ કોઈ વ્યક્તિ મતથી વંચિત રહી ન જાય તે માટે 80 વર્ષથી વધુ ઉંમરના વયોવૃદ્ધ તેમજ દિવ્યાંગ મતદારોને ઘરે જઈ જઈ કામચલાઉ મત કુટીર ઉભી કરી ગુપ્તતા જળવાઈ તે રીતે મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકમાં 42,653 વયોવૃદ્ધ તેમજ 16073 દિવ્યાંગ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

ભાવનગર જિલ્લાની સાથે વિધાનસભા બેઠક પર 80 વર્ષથી વધુ ઉંમરના વયોવૃદ્ધ તેમજ દિવ્યાંગ મતદારો કે જે ચૂંટણીમાં મતદાન મથક સુધી પહોંચી શકે તેવા ન હોય તેવા મતદારોને ઘરે કામચલાઉ મતદાન મથક ઊભુ કરી વિડીયોગ્રાફી સાથે ગુપ્ત મતદાન કરવાની પ્રક્રિયા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પૈકી વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો સાથે સૌથી ઓછા મતદારો મહુવા વિધાનસભા મતવિસ્તારમાં 6958 છે. જ્યારે સૌથી વધુ મતદારો ગારીયાધાર વિધાનસભા બેઠકમાં 9819 મતદારો છે. ભાવનગર જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોમાં 42653 વયોવૃદ્ધ મતદારો જ્યારે 16073 દિવ્યાંગ મતદારો છે.

અન્ય સમાચારો પણ છે...