ગુજરાતમાં નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતની પેરા મેડિકલની કોલેજોમાં એડમિશનની પ્રથમ રાઉન્ડની પ્રક્રિયાના અંતે કોલેજોમાં કુલ 5807 બેઠકો ખાલી રહી ગઇ છે. પેરા મેડિકલની વિવિધ વિદ્યાશાખા શાખામાં એડમિશનના પ્રથમ રાઉન્ડના અંતે 17,677 વિદ્યાર્થીઓનું એલોટમેન્ટ કરાયું છે. પ્રવેશ લીધો હોય તો 4 જાન્યુઆરી સુધી વિદ્યાર્થી ફી ભરી શકશે.
નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી સહિતની પેરા મેડિકલ શાખાની 23,484 બેઠકો પરની પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી જાહેર કરાઇ છે. પહેલા રાઉન્ડમાં 17,677 વિદ્યાર્થીઓનું એલોટમેન્ટ કરાયું છે. એલોટમેન્ટ કરાયેલા વિદ્યાર્થીઓ 4 જાન્યુઆરી, બપોરે 3.30 સુધીમાં એક્સિસ બેન્કની નક્કી કરેલી શાખામાં ઓનલાઈન ફીની ચુકવણી કરી શકશે.
બીજી તરફ પાંચમી જાન્યુઆરી સુધીમાં વિદ્યાર્થીઓ માન્ય હેલ્પ સેન્ટર ખાતે અસલ ડોક્યુમેન્ટ જમા કરાવીને રિપોર્ટિંગ કરાવી શકશે. પહેલા રાઉન્ડ બાદ 5807 બેઠકો ખાલી રહી છે. કમિટીએ શૈક્ષણિક વર્ષ 2022-23 માટે ફિઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ, જીએનએમ-એએનએમ ઓર્થોટિક્સ, પ્રોસ્થેટિક્સ, નેચરોપથી, ઓપ્ટોમેટ્રી, ઓડિયોલોજી સહિતની વિદ્યાશાખાની બેઠકોની પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.