તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત, જિલ્લામાં કોરોના પોઝિટિવના 571 નવા કેસ, 12નાં મોત

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • એક્ટિવ કેસની સંખ્યા 4316 પર પહોંચી
 • આજે 297 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

ભાવનગર જિલ્લામાં આજરોજ 571 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો હતો, જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની 15,015 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 257 પુરૂષ અને 174 સ્ત્રી મળી કુલ 431 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે શહેરમાં 5 ના મોત નિપજ્યા છે,

તાલુકાઓમાં જેસર ખાતે 1, મહુવા ખાતે 16, તળાજા ખાતે 41, ભાવનગર ગ્રામ્ય ખાતે 37, ઉમરાળા ખાતે 8, શિહોર ખાતે 11, ગારીયાધાર ખાતે 3, પાલીતાણા ખાતે 5, વલ્લભીપુર ખાતે 9 તેમજ ઘોઘા ખાતે 9 કેસ મળી કુલ 140 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ગ્રામ્ય વિસ્તારમાં 7ના મોત થયા છે. જેમાં વલ્લભીપુરના ચોગઠ ગામે 67 વર્ષીય પુરુષનું મોત થયું છે. તળાજાના જસપરા ગામે 42 વર્ષીય પુરુષનું મોત થયું, મહુવાના અર્બન ગામે 35 વર્ષીય પુરુષનું મોત થયું અને સિહોરના આંબલા ગામે 45 વર્ષીય પુરુષનું મોત થયું, ગારીયાધાર ના અર્બન ગામે 45 વર્ષીય સ્ત્રીનું મોત થયું, તળાજા ના મીઠીવિરડી ગામે 32 વર્ષીય સ્ત્રીનું મોત થયું હતું, અને ઉમરાળા ના ધોળા ગામે 58 વર્ષીય સ્ત્રીનું મોત થયું હતું,

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 184 અને તાલુકાઓમાં 113 કેસ મળી કુલ 297 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી.

આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા 15,015 કેસ પૈકી હાલ 4,316 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા અત્યાર સુધીમાં 176 દર્દીઓનું અવસાન થયેલ છે.

તાલુકા કક્ષાએ તળાજામાં સૌથી વધુ 40 કેસ
આજે ભાવનગર તાલુકામાં 37, ઘોઘા તાલુકામાં 9, તળાજા તાલુકામાં 40, મહુવા તાલુકામાં 16, વલ્લભીપુર તાલુકામાં 9, ઉમરાળા તાલુકામાં 8, પાલિતાણા તાલુકામાં 5, સિહોર તાલુકામાં 12, જેસર તાલુકામાં 1 તેમજ ગારીયાધાર તાલુકામાં 3 કેસ મળી કુલ 140 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો