ગરીબોની કસ્તૂરી ગણાતા ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં ભાવનગર જિલ્લો હંમેશા પ્રથમ ક્રમે હોય છે. હવે શિયાળાની ઠંડી શરૂ થઇ ગઇ છે ત્યારે ભાવનગર સહિત રાજ્યભરમાં રવિ પાકનું વાવેતર શરૂ થઇ ગયું છે જેમાં ગુજરાતભરમાં વાવેતરના આરંભે ડુંગળીનું કુલ વાવેતર 6000 હેકટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું 3400 હેકટરમાં વાવેતર થયું છે.
ભાવનગર જિલ્લામાં નવેમ્બરનું બીજુ સપ્તાહ પૂર્ણ થવામાં છે ત્યારે હજી શિયાળાની ઠંડીનો આરંભ થયો નથી પણ રવિ પાકના વાવેતરનો આરંભ ગોહિલવાડ પંથકમાં ગઇ ગયો છે. ભાવનગર જિલ્લામાં રવિ પાકના આરંભે કુલ વાવેતર 9200 હેકટરમાં થયું છે. ખાસ તો ડુંગળીમાં સમગ્ર ગુજરાતમાં કુલ વાવેતર 6000 હેકટરમાં થયું તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં 3400 હેકટરમાં થયું છે. ટકાવારીની દ્રષ્ટિએ ભાવનગરમાં ગુજરાત રાજ્યમાં ડુંગળીના વાવેતરનું 56.67 ટકા વાવેતર થયું છે.
ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરનો આરંભ થઇ ગયો છે. ભાવનગર જિલ્લામાં આ જ સુધીમાં 9200 હેકટર જમીનમાં રવિ પાકનું વાવેતર થયું છે. શિયાળુ પાકના વાવેતર માટે આ વર્ષે ભાવનગર જિલ્લામાં સારી સ્થિતિ છે. જળાશયોમાં પર્યાપ્ત પ્રમાણમાં પાણીનો સંગ્રહ થયેલો છે. શેત્રુંજી ડેમમાંથી બન્ને કાંઠાની નહેરમાં સિંચાઇ માટે પાણી છોડી શકાય તેટલું પાણી આ ડેમમાં પણ છે. ત્યારે શિયાળુ વાવેતર માટે હવે જેમ જેમ ઠંડી વધશે અને શિયાળો જામશે એટલે વાવેતર વધશે. ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 9200 હેકટર થયું છે તે પૈકી 3400 હેકટરમાં ડુંગળીનું વાવેતર થયું છે.
ક્યા પાકનું કેટલું વાવેતર થયું | |
પાક | વાવેતર |
ડુંગળી | 3400 હેકટર |
ચણા | 1500 હેકટર |
ઘઉં | 1200 હેકટર |
શાકભાજી | 400 હેકટર |
ઘાસચારો | 2200 હેકટર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.