અન્યાય:79 વાર રજૂઆત છતાં શાળા ગ્રંથાલયોમાં 5600 જગ્યા ખાલી

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રંથપાલોની સતત અવગણના : ગુજરાતમાં ગ્રાન્ટેડ કોલેજોમાં 357 પૈકી 260 જગ્યા ખાલી

ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2010માં વાંચે ગુજરાતનું અભિયાન ચાલુ કરાવેલું પણ ગ્રંથપાલોની 2010 બાદ સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી છે આથી જ આ અભિયાન પણ 100 ટકા નિષ્ફળ નિવડ્યું છ તેમ ગુજરાતના બેરોજગાર ગ્રંથપાલ વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ પાંચ-સાત નહીં પણ ભરતી માટે 79મું આવેદનપત્ર આપી આ વર્ષે યુજીસી અને નેકમાં ગુજરાતનું પ્રદર્શન નબળું રહ્યું કારણ કે ગુજરાતમાં 23 વર્ષથી ગ્રંથપાલોની ભરતી જ કરવામાં આવી નથી. શાળાના ગ્રંથાલયોમાં 5600 જેટલી જગ્યા ખાલી છે જ્યારે વાંચે ગુજરાત અંતર્ગત 162 તાલુકામાં ગ્રંથ, ગ્રંથાલય કે ગ્રંથપાલ જ નથી.હવે વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખી ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

ગ્રંથપાલ બેરોજગાર મંચના સભ્યો ડૉ.મહેશ કે. સોલંકી , ડૉ.ભરત ચૌધરી, ડૉ.સંદીપ પાઠક વિગેરેએ જણાવ્યું છે કે છેલ્લા 23 વર્ષથી રાહ જોઈ રહેલા ગ્રંથપાલોની ધીરજ ખૂટી , 120 માસ અને દસ વર્ષથી ગ્રંથપાલોની રજૂઆત પરંતુ ભરતી ન કરી બીજી તરફ ગુજરાતની શૈક્ષણિક સરકારી સંસ્થાન નાં MHRD રીપોર્ટસ પ્રમાણે NIRFમાં 1 થી 200માં ગુજરાતની એકપણ સરકારી કોલેજને સ્થાન મળ્યું નથી. આ ઉપરાંત ગુજરાતની અનુદાનિત કોલેજ માં ગ્રંથપાલની 357 પૈકી 260 જગ્યા ખાલી છે. સરકારી કોલેજમાં 115 પૈકી 57 જગ્યા છે. શાળા ગ્રંથાલયોમાં 5600 જગ્યા ખાલી છે. 28 સ્ટેટ યુનિવર્સિટીમાંથી માત્ર 2 યુનિવર્સિટીમાં ગ્રંથપાલ છે બાકી 26માં આસિસ્ટન્ટ અને હંગામી ધોરણે ચલાવે છે.

મેડિકલ કોલેજમાં ગ્રંથપાલની 95% જગ્યા ખાલી, એન્જીનિરિંગ કોલેજોમાં ગ્રંથપાલની 100 ટકા જગ્યા ખાલી છે, આયુ. કોલેજોમાં 70 ટકા જગ્યા ખાલી જાહેર ગ્રંથાલયોમાં 80 ટકા જગ્યાઓ ખાલી તેમજ સેન્ટ્રલ લાયબ્રેરીમાં ગ્રંથાલય નિયામકની જગ્યા ખાલી તથા દરેક સરકારી યુનિવર્સિટી માં આસિસ્ટન્ટ લાયબ્રેરીયન અને ડેપ્યુટી લાયબ્રેરીયન અને ટેકનીકલ જગ્યાઓ ખાલી છે. આમ 79 વાર રજૂઆત છતાં ભરતીના નામે શૂન્ય છે.

ગ્રંથાલયનું મહત્વ સમજાશે તો જ યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે
ગુજરાતનો ગ્રાફ જીપીએસસી અને યુપીસીએસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સતત નીચો ઉતરતો જાય છે કારણ કે સરકાર ગ્રંથ, ગ્રંથાલય અને ગ્રંથપાલોની સતત અવગણના કરી રહી છે. જ્યાં સુધી સારા વાચનની સુવિધા નહીં મળે ત્યાં સુધી આવી પરીક્ષાઓમાં પાસ થવું મુશ્કેલ છે. ખાસ કરીને જ્યાં 70 ટકા ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે તેવી સરકારી શાળાઓમાં ગ્રંથાલયો કે ગ્રંથપાલ જ નથી.

અન્ય સમાચારો પણ છે...