કોરોના રસીકરણ:શહેર-જિલ્લામાં બે દી’માં 54,529 કિશોરો કોરોનાની રસીથી સુરક્ષિત

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા દિવસ મંગળવારે શહેરમાં 9095 અને જિલ્લામાં 19,537 કિશોર-કિશોરીઓને વેક્સિનેશન કરાયુ
  • વિદ્યાર્થીઓમાં​​​​​​​ કોઇ આડઅસર જોવા મળી નથી

રાજય સરકાર દ્વારા ગઇ કાલથી ભાવનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 15થી 18 વર્ષના કિશોરોને કોરોના સામે સુરક્ષા ક્વચ પુરૂ પાડવા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં આજે રસીકરણના બીજા દિવસે શહેરમાં 9095 અને 10 તાલુકામાં કુલ 19,537 મળીને સમગ્ર શહેર-જિલ્લામાં આજે કુલ 28,362 કિશોર-કિશોરીઓને વેક્સિનેશનમાં આવરી લેવાયા હતા. ગઇ કાલે આ આંક 25,897નો હતો આમ બે દિવસમાં શહેર-જિલ્લામાં કુલ 54,529 કિશોર-કિશોરીઓને રસીકરણમાં આવરી લેવાયા છે.

.ભાવનગર જિલ્લાના કુલ 10 તાલુકામાં આજે કુલ 237 શાળામાં 15થી 18 વર્ષના 20 હજાર બાળકોને કોરોનાની રસી આપવાનું આયોજન કરવામાં આવેલ હતું. જે પૈકી આજરોજ 19,537 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ રસીકરણ દરમિયાન કોઈપણ બાળકને કોઈપણ જાતની આડઅસર જોવા મળેલ નથી. આ જ રીતે ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા કુલ 13 વોર્ડમાં આજે કુલ 30 શાળામાં 9095 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

આમ, આજે સમગ્ર ભાવનગર જિલ્લા અને સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ મળીને 28,362 કિશોર-કિશોરીઓને કોરોના સામે સંરક્ષણાત્મક રસીકરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના 15થી 18 વર્ષના કિશોર- કિશોરીઓને આગામી ચારથી પાંચ દિવસમાં રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયું છે.

10 જાન્યુઆરીથી સિનિયર સિટિઝનોને રસીકરણ
આગામી તા.10 જાન્યુઆરી પછી જિલ્લામાં હેલ્થ વર્કરો અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝનો અને કો-મોર્બિડ કન્ડિશન ધરાવતાં દર્દીઓને બુસ્ટર ડોઝ આપવા પણ આરોગ્ય તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...