હવામાન:એક જ રાતમાં તાપમાનમાં 5.4 ડિગ્રીનો થયેલો વધારો : ઠંડી ઘટી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 16.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું

ભાવનગર શહેરમાં એક જ દિવસમાં ઠંડીની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને રાત્રિના ઉષ્ણતામાનમાં 24 કલાકમાં 5.4 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો છે. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 16.7 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી ગયું છે જ્યારે બપોર મહત્તમ તાપમાન ઘટીને 24.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

ભાવનગર શહેરમાં ડિસેમ્બરના તૃતિય સપ્તાહમાં ગઇ કાલે 11.3 ડિગ્રી સેન્ટીગ્રેડ સાથે આ ડિસેમ્બરનું સૌથી વધુ ઠંડી નોંધાયા બાદ એક જ દિવસમાં લઘુત્તમ ઉષ્ણતામાન પારો 5.4 ડિગ્રી વધીને શુક્રવારની રાત્રે 16.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા શીતપ્રકોપ હળવો પડી ગયો હતો. જો કે કડકડતી ઠંડી હજી યથાવત છે.

હજી ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી યથાવત જ છે. શહેરમાં મહત્તમ તાપમાન ગઇ કાલે 25.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ તે આજે ઘટીને 24.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 60 ટકા થઇ ગયેલું તે આજે 6 ટકા ઘટીને 54 ટકા થઇ ગયું હતુ. તો સતત ત્રીજા દિવસે ઉત્તર દિશાના ટાઢાબોળ પવનની ગતિ 12 કિલોમીટર નોંધાઇ હતી.

ડિસેમ્બરના અંતમાં કોલ્ડવેવની આગાહી
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમને લઇ 22 ડિસેમ્બર નજીક ઉત્તર ભારતનાં રાજ્યોમાં માવઠાની આગાહી છે. આ સિસ્ટમ વિખેરાઇ ગયા બાદ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કોલ્ડ વેવનો રાઉન્ડ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન આખા ગુજરાતમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે.

બપોર ઘટતું તાપમાન

તારીખ

મહત્તમ તાપમાન

18 ડિસેમ્બર

24.4 ડિગ્રી સેન્ટીગ્રેડ

17 ડિસેમ્બર

25.5 ડિગ્રી સેન્ટીગ્રેડ

16 ડિસેમ્બર

28.0 ડિગ્રી સેન્ટીગ્રેડ

15 ડિસેમ્બર

28.5 ડિગ્રી સેન્ટીગ્રેડ

અન્ય સમાચારો પણ છે...