તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂલો મર્જ થશે:20થી ઓછી સંખ્યાવાળી ધો.6 અને 7ની શાળાના 54 વર્ગો અન્ય સ્કૂલમાં મર્જ થશે

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં જે શાળાઓમાં ધો.1થી 6 ચાલુ હોય તેવી શાળાઓ પૈકી જે શાળાઓમાં ધો.6માં 20થી ઓછા વિદ્યાર્થીઓ હોય તે શાળાઓમાં ધો.6નો વર્ગ બંધ કરવાનો રહેશે અને જે શાળાઓમાં ધો.6 અને 7માં 20થી ઓછી સંખ્યા હોય ત્યાં ધો.6 અને 7ના વર્ગ બંધ કરવાના રહેશે. જે શાળામાં ધો.6માં 20થી વધુ સંખ્યા હોય ત્યાં ધો.7 અને ધો.8ના ક્રમિક વર્ગ શરુ કરવાના રહેશે તેમજ ધો.6 અને ધો.7માં 20થી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યાં ધો.8નો ક્રમિક વર્ગ શરૂ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

તે મુજબ ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળની ધો.6 અને ધો.7ની જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 20થી ઓછી છે તેવી 54 શાળાઓમાં ધો.6-7ના વર્ગ બંધ કરીને નજીકની સુવિધાવાળી શાળામાં મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહે
જે પ્રાથમિક શાળાના ધો.6 અને 7ના વર્ગો મર્જ કરવાના થાય છે તે શાળાના આવા વર્ગો ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિલીનીકરણ કરવાના રહેશે. આ શાળાના બાળકોને હૂકમ મળ્યાથી નજીકની શાળામાં દાખલ કરવાની જવાબદારી જે તે શાળાના ધોરણો વિલિન થાય છે તે શાળાના મુખ્ય શિક્ષકની રહેશે. કોઇ પણ બાળક શાળાના શિક્ષણથી વંચિત ન રહે તેની જવાબદારી બન્ને શાળાના મુખ્ય શિક્ષકોની રહેશે. જે શાળાના ઉપલા ધોરણોનું વિલિનીકરણ થાય છે તે શાળાના વધ પડતા શિક્ષકોને વધઘટ કેમ્પમાં હાજર થવાનું રહેશે.

ક્યા તાલુકામાં કેટલી શાળાઓ મર્જ થશે ?

તાલુકોશાળાની સંખ્યા
વલભીપુર14
સિહોર10
તળાજા7
મહુવા6
પાલિતાણા4
ગારિયાધાર4
ભાવનગર3
ઉમરાળા3
જેસર2
ઘોઘા1
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો