કાર્યવાહી:ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને 5325 વ્યક્તિઓની અટકાયત કરાઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર 725 કેસો કરાયા
  • 10 તાલુકાના​​​​​​​ 18 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 244 ગામોમાં ગ્રામ પંચાયત ચૂંટણી યોજાશે

તા.19 ડિસેમ્બરને રવિવારે ભાવનગર જિલ્લામાં 244 ગામમાં પંચાયત માટે ચૂંટણીનું મતદાન થવાનું છે. આ માટે પોલીસ તંત્ર દ્વારા 10 તાલુકાના 18 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 244 ગામોમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 5,325 વ્યક્તિઓ ઉપર અટકાયતી પગલાઓ, 520 પરવાનાવાળા હથિયારો જમા લેવાં, 11,308 વાહનોનું ચેકિંગ, 463 હિસ્ટ્રીશીટરોનુ ચેકિંગ તથા લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર 725 કેસો કરી રૂ. 8,89,615નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે.

ભાવનગર જિલ્લામાં યોજાનારી આ ચૂંટણીમાં કુલ 734 બુથ, 365 બિલ્ડિંગ પર પોલીસ, હથિયારી પોલીસ, હોમગાર્ડ/જી.આર.ડી.,એસ.આર.પી.નો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં 1- એ.એસ.પી., 5 નાયબ પોલીસ અધિક્ષક,10 પોલીસ ઇન્સ્પેક્ટર, 35 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 811 પોલીસ,1304 હોમગાર્ડ/ જી.આર.ડી.,1- એસ.આર.પી. કંપની, 18- ક્યુ.આર.ટી., 4-સ્ટ્રાઇકિંગ ફોર્સ, 64-સેક્ટર પોલીસ મોબાઇલ તેમજ 31- વીડિયોગ્રાફર ફરજ બજાવશે. 244 ગામોની થાણા અધિક્ષક મારફતે વિઝીટ અને સંવેદનશીલ/અતિસંવેદનશીલ બેઠકોને આવરી લેતી ફ્લેગમાર્ચ કરવામાં આવેલ છે તેમ ભાવનગર એલઆઇબીના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...