કોરોના સંક્રમણ:53 પોઝિટિવ કેસ નવા મળ્યા 25 દર્દીઓ થયા કોરોનામુક્ત

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેર અને ગ્રામ્ય કક્ષાએ 240 એક્ટિવ દર્દી
  • ભાવનગર શહેરમાં 40 દર્દીઓ પોઝિટિવ નોંધાયા, 24 દર્દીઓ થયા કોરોનામુક્ત

ભાવનગર શહેરમાં આજે કોરોના પોઝિટિવના 40 અને ભાવનગર ગ્રામ્ય કક્ષાએ કોરોના પોઝિટિવના 13 મળીને આજે એક જ દિવસમાં શહેર જિલ્લામાં કુલ 53 નવા પોઝિટિવ કેસ મળ્યા હતા. હાલ ભાવનગર શહેરમાં 185 અને ગ્રામ્ય કક્ષાએ 55 મળીને કુલ 240 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જેમાં 10 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ભાવનગર શહેરમાં આજે કોરોના પોઝિટિવના નવા 40 દર્દી મળ્યા હતા તેની સામે 24 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 21,300 કેસ નોંધાયા છે તેની સામે 20,924 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. શહેરમાં હાલ 185 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે અને તેમાં પાંચ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયેલા છે.

ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે નવા 13 દર્દીઓ મળ્યા હતા અને તેની સામે એક દર્દી કોરોના મુક્ત થયા હતા. ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 8444 કેસ મળ્યા છે અને તે પૈકી 8221 દર્દીઓ કોરોનામુક્ત થઈ ગયા છે. હાલ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 55 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે જેમાં 50 દર્દીઓ ઘરે અને પાંચ દર્દીઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...