તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસો બંધ:ભાવનગરથી અમદાવાદ જતી 52, રાજકોટ અને વડોદરાની 3 બસો બંધ, કોરોનાને લીધે મહાનગરોમાં કર્ફ્યુનો પડઘો પડ્યો

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યાં સુધી કર્ફ્યુ રહેશે ત્યાં સુધી આ સેવાઓ અનિશ્ચિત મુદત માટે સ્થગિત રાખવામાં આવશે

ભાવનગર એસ.ટી વિભાગ દ્વારા વિવિધ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ અને કોરોના નાં પગલે મહાનગરોમાં જતી એસ.ટી. ની સુવિધા કરફ્યુ શરૂ રહે ત્યાં સુધી બંધ કરવામાં આવી છે. ભાવનગર થી અમદાવાદ જતી 52 એસ.ટી. બસો બંધ કરવામાં આવી છે. અમદાવાદ માં અચાનક કરફ્યુ ની જાહેરાત થતાં તહેવારમાં ભાવનગર આવેલા લોકો પણ ખૂબ વ્યાકુળ થઈ ગયા હતા. ગઈકાલ રાતથી બંધ થયેલ એસ.ટી. ની સેવા અનિશ્ચિત મુદ્દતો માટે બંધ રહેશે.

અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા , રાજકોટ જેવા મહાનગરોમાં પણ કરફ્યુ ની જાહેરાત બાદ ભાવનગર થી સીધી વડોદરા જતી એક એસ.ટી બસ અને બાયપાસ થઈને જતી રાજકોટની ત્રણ બસ પણ પરિસ્થતિ ન સુધરે ત્યાં સુધી ટ્રીપ કરશે નહિ.કરફ્યુ નાં પગલે સૌથી વધુ દયનીય સ્થિતિ તહેવારોમાં ભાવનગર આવેલા લોકોની થઈ હતી. કરફ્યુ ની જાહેરાત થયા બાદ લોકો બસ પકડી લેવા ભાવનગર એસ.ટી સ્ટેન્ડ પહોંચી ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો