તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુદાન:રામ મંદિરના નિર્માણ માટે ભાવનગરના જલારામ મંદિર દ્વારા 51 હજારનું દાન કરાયું

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યા ખાતે સનાતન હિન્દુ સંસ્કૃતિની ધરોહર સમાન ભવ્ય રામ મંદિરના નિર્માણનું કામ આગળ વધી રહ્યું છે. દેશભરમાંથી ભાવિ-ભક્તો દિલ ખોલીને દાન કરી રહ્યા છે. ત્યારે વધુ એક દાન ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી સ્થિત જલારામ બાપાના મંદિર દ્વારા 51 હજારનું અનુદાન કરવામાં આવ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની હાજરીમાં ચેક અર્પણ કરાયોરામ મંદિરના નિર્માણ માટે વિશ્વભરમાંથી ભક્તો દ્વારા આર્થિક અનુદાન આપવામાં આવી રહ્યું છે. જ્યારે ગુજરાતમાંથી પણ લોકો ખોબલે-ખોબલે દિલ ખોલીને દાન કરી રહ્યાં છે. ત્યારે ભાવનગર શહેરના વિઠ્ઠલવાડીમાં આવેલા જલારામ બાપાના મંદિર દ્વારા 51 હજારનો ચેક આર.એસ.એસ. તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની ઉપસ્થિતિમાં અપર્ણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે આર.એસ.એસ.ના મહેશભાઈ વ્યાસ, કેતનભાઈ સોજીત્રા, કિશોરસિંહ ઝાલા, ચંન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ મકવાણા તથા વિહિપના અરવિંદભાઈ રાઠોડ સહિતના સભ્યો ઉપરાંત ઘણાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો