તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસ્થા:5000 યાત્રિકોએ દાદાના જય કાર સાથે કરી શાશ્વત તીર્થ પાલીતાણાની છ'ગાઉની યાત્રા

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના કાળમાં પણ દ્રઢ મનોબળ અને આસ્થા સાથે

ભાવનગર નજીક આવેલા પાલીતાણા પવિત્ર શાશ્વવ ગિરિરાજ શંત્રુજય મહાતીર્થની વર્ષમાં એક વખત ફાગણ શુદ તેરસના દિવસે થતી છ ગાઉની યાત્રા વિ.સં..2077 ફાગણ શુદ 13 શુક્રવારની યાત્રા કોરોના મહામારીના ફરી શરૂ થયેલા રોદ્રરૂપના કારણે મોકૂફ રાખવામાં આવી હતી છતા પણ આજે 5000 શ્રધ્ધાળુઓ લોકોએ છ'ગાઉની યાત્રા કરી હતી.

ફાગણ શુદ તેરસના રોજ પાલીતાણા છ'ગાઉની યાત્રાનુ ખૂબજ મહત્વ હોય આ દિવસે કરોડો મુનીઓ મોક્ષે ગયા હતા. આ દિવસે હજારોની સંખ્યામાં દેશ વિદેશ અને આજુ બાજુના ગામોમાંથી જૈન, જૈનેતરો યાત્રા કરવા ઉમટતા હોય છે. આ વર્ષે કરોનાના કારણે પેઢી દ્વારા યાત્રા રદ કરાતા આજે ફાગણ શુદ તેરસના રોજ માત્ર 5000 ભાગ્યશાળીઓએ સવારે યાત્રા શરૂ કરી હતી.

ફાગણ શુદ તેરસના દિવસે યોજાતી છગાઉની યાત્રા પાલ બંધ રાખી ફકત પેઢી દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે એક પાલનુ આયોજન કરવાનુ આયોજન હતુ તે પણ સરકારની સુચના અને લોકોના સ્વાસ્થ્યની તકેદારીને રૂપે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છતા પણ આસપાસના ગામમાં રહેતા અને ફરજીયાત યાત્રા કરતા યાત્રાળુઓએ આ વર્ષે પણ યાત્રા કરી પુન્યનુ ભાથુ બાંધ્યુ હતુ. આજે વહેલી સવારે છ ગાઉની યાત્રાની શરૂઆત થઇ હતી તેમા ભાવનગરથી મંડળ દ્વારા નાની મોટી વ્યવસ્થા અને તકેદારીના ભાગરૂપે વ્યવસ્થામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો