તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ધોરણ12, સાયન્સની ઉત્તરવહી અવલોકન ફીમાં 50% નો ઘટાડો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ વધુ ફી ભરી હશે તો પરત મળશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના મુખ્ય ચાર વિષયો, ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટિક્સ માટે ઉત્તરવહી અવલોકન માટે વિષય દીઠ ફી રુા.300 કરવામાં આવી હતી પણ શિક્ષણ મંત્રીની સૂચના મુજબ ચાલુ વર્ષે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા આ ફીમાં 50 ટકાનો ઘટાડો કરીને તાત્કાલિક અસરથગી આજે સવારે 10.30 કલાકથી આ ફી  રૂા.150 પ્રમાણે લેવાની પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે.

તા.26 મેને મંગળવારથી ધો.12 સાસન્યના અરજી અવલોકનની ફી  લેવાનો આરંભ કરાયો હતો. ત્યારથી આજે સવાર 10.30 વાગ્યા સુધી જે વિદ્યાર્થીઓએ ઉત્તરવહી અવલોકન માટે અરજી કરી છે અને તેઓએ અવલોકન માટે વિષય દીઠ ફી રૂા.300 લેખે ચૂકવી દીધી છે તેવા અરજદારોને બોર્ડ દ્વારા અવલોકન ફીમાં થયેલા ઘટાડા મુજબ વીષયદીઠ રૂ.150 લેખે અરજદારને જ્યારે તેઓ રૂબરૂ અવલોકન માટે હાજર રહેશે ત્યારે જેણે વધારે ફી ભરી હસે તેને બાકીની ફી પરત કરાશે તેમ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...