જિલ્લામાં કુલ 18 લાખ 44 હજાર લોકોનું રસીકરણ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં આ ટાર્ગેટ નાં અંદાજે 50 ટકાથી વધુ લોકોને પ્રથમ ડોઝ અને 18 ટકા લોકોને દ્વિતીય ડોઝ અપાઈ ચૂક્યો છે. હાલમાં રોજિંદા 6 હજાર જેટલા રસી નાં ડોઝ ભાવનગર માં આવી રહ્યા છે ત્યારે રસીકરણ પણ ગતિ પકડી રહ્યું છે. હાલમાં સમગ્ર જિલ્લામાં 18 થી 44 વર્ષના લોકોમાં 12 લાખ 34 હજાર લોકોને રસી આપવાની છે જેમાંથી 4 લાખ 36 હજાર લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે અને 34 હજાર લોકોને દ્વિતીય ડોઝ અપાઈ ચૂક્યો છે.
જ્યારે 45 વરસથી વધી ઉંમર નાં 5 લાખ 66 હજાર વ્યક્તિઓને ડોઝ આપવાનો ટાર્ગેટ છે. આ ટાર્ગેટ માંથી 4 લાખ 17 હજાર સિનિયર સીટીઝ નોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે જ્યારે પ્રથમ ડોઝ લેનાર 50 ટકાએ દ્વિતીય ડોઝ પણ લઈ લીધો છે. ભાવનગર માં ટાર્ગેટ મુજબ કામગીરી પૂર્ણ થાય એ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં વેક્સીનેશન ની કામગીરી અંતર્ગત તા. 6 ઓગસ્ટ નાં રોજ 4665, તા. 7 ઓગસ્ટે 5147, તા. 8 ઓગસ્ટે 2828, તા. 9 ઓગસ્ટે 3471 અને તા. 10 ઓગસ્ટે 3597 વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું.
હાલમાં ભાવનગર ખાતે અંદાજીત 12 હજાર જેટલી સગર્ભા મહિલાઓ છે. ભાવનગરમાં અત્યાર સુધી 268 સગર્ભા મહિલાઓને રસી આપવામાં આવી છે. આ સંખ્યા ખૂબ ઓછી છે અને મહિલાઓમાં પણ રસીકરણ ને લઈને જાગૃતિ જોવા નથી મળી રહી ત્યારે સગર્ભાને રસી આપવી અને અંધશ્રદ્ધાઓ દૂર કરવી જરૂરી બને છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.