કાર્યવાહી:શહેર જિલ્લામાં જુગારના 8 બનાવોમાં 50 જબ્બે

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​જુગારીઓ પાસેથી પોલીસે 1.69 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે જુગારની બાજી માંડીને બેસેલા કુલ 50 જુગારીઓ સામે પોલીસે ગુન્હો નોંધી કુલ રૂ. 1,69,500નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.ભાવનગર શહેર અને જિલ્લામાં જુગારની બાજમાંડીને બેસેલા 50 જુગારીઓ ઝડપાયા છે.

જેમાં બોરતળાવ પોલીસે 3 બનાવમાં કુલ 13 જુગારીઓને કુલ રૂ. 30,020ના મુદ્દામાલ સાથે, ખુટવડા પોલીસે 11 જુગારીઓને 31,750ના મુદ્દામાલ સાથે, પાલિતાણા રૂલર પોલીસે 6 જુગારીઓને 40,340, સિહોર પોલીસે 6ને રૂ. 12,480ના મુદ્દામાલ સાથે, બગદાણા પોલીસે 4ને રૂ. 3,300ના મુદ્દામાલ સાથે, જેસર પોલીસે 10ને રૂ. 51,610ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઉક્ત તમામ 50 શખ્સો સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લાની પોલીસે 8 બનાવોમાં કુલ રૂ. 1,69,500નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...