તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અલમપર ગામે વાડી વિસ્તારમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, રૂ.17 હજારના મુદ્દામાલ જપ્ત

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • દરેડના રસ્તે આવેલી વાડીએ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા હતા

ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન રામણકા ગામે બાતમી મળેલી કે અલમપર ગામે રહેતા અજયસિંહ પોતાની દરેડના રસ્તે આવેલી વાડીએ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમાડી રહ્યો છે. જેથી તે જગ્યાએ રેડ કરતા 5 ઈસમો જુગાર રમતા ઝડપી લીધા હતા. અને રૂ. 17 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

શખ્સો ગોળ કુંડાળું વાળી હાર-જીતનો જુગાર રમતા ઝડપાયા

ઉમરાળા પોલીસ સ્ટેશનના એચ.આર.ગોહિલે ફરિયાદ નોંધાવી હતી કે અલમપર ગામે રહેતા અજયસિંહ ઘનુભા ગોહિલની પોતાની દરેડના રસ્તે આવેલી વાડીએ લાઈટના અંજવાળે અમુક ઈસમો જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમે છે. તેવી બાતમી આધારે રેડ કરતા 5 ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં અરવિંદસિંહ નવુભા ગોહિલ, જયપાલસિંહ હરદેવસિંહ ગોહિલ, કિશોરસિંહ બળવંતસિંહ ગોહિલ, વીરભદ્રસિંહ પ્રવિણસિંહ ગોહિલ અને અજયસિંહ ઘનુભા ગોહિલ તમામ શખ્સો ગોળ કુંડાળું વાળી હાર-જીતનો જુગાર રમતા ઝડપાયા હતા. શખ્સો પાસેથી રોકડા રૂપિયા 17,750 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...