ધરપકડ:GST ગેરરીતિમાં ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ સહિત 5 લોકો ભાવનગરમાંથી જબ્બે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરત ક્રાઇમ બ્રાંચે 6 લેપટોપ, 6 મોબાઇલ, ચીઠ્ઠીઓ પકડી પાડી
  • 4 ​​​​​​​દિવસના રીમાન્ડ મંજૂર : ફરાર થયેલા 4 ભેજાબાજોની શોધખોળ

સુરત ક્રાઇમ બ્રાંચ દ્વારા ભાવનગરના વડવા નેરા વિસ્તારમાં બાંગ્લા ગ્રુપ સહિતના પર કરવામાં આવેલી કામગીરી દરમિયાન જીએસટી ગેરરીતિ સંબંધે ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને કોર્ટ સમક્ષ આ તમામને રજૂ કરવામાં આવા તેઓના 4 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

આર્થિક ગુના નિવારણ શાખા, ક્રાઇમ બ્રાંચ સુરત દ્વારા ભાવનગરમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મહંમદ ફૈઝલ અફઝલભાઇ ખોલીયા (સી.એ.), જાફર અહમદભાઇ બાદબેસ, એદરૂશમિયાં અમરમિંયા સૈયદ, અબ્દુલરહેમાન મુસ્તુફા અલ્હામેદ, આફતાબ ઇકબાલભાઇ સોલંકી દ્વારા બનાવટી દસ્તાવેજી પુરાવાઓના આધારે રજીસ્ટ્રેશન નંબરો મેળવી બોગસ બિલિં અને ખોટી વેરાશાખ લેવા જેવી ગેરરીતિઓ આચરી હતી અને આ કેસમાં તેઓની ધરપકડ કરવામાં આવી છે.

મહંમદફૈઝલ ખોલીયાની પુછપરછ દરમિયાન તેઓ 8 કંપનીઓના એકાઉન્ટ સંભાળતો હતો તેવી કેફિયત આપી છે, ઉપરાંત વીપીએનનો ઉપયોગ કરી આઇ.પી.એડ્રેસ બદલાવતો હતો. ફૈઝલે તમામ ભેજાબાજોના મોબાઇલ નંબર, બોગસ એન્ટ્રીઓ, શ્રોફ, બેંક ખાતાની માહિતી આપી દીધી છે. અને તેના ઘરેથી 5 લેપટોપ તથા 1 ઓફિસમાંથી મળી આવ્યા છે, જેના ડેટાનું પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે. તેના આધારે સુરત ક્રાઇમ બ્રાંચ ઉસ્માન ફતાણી, ઇમરાન ફતાણી, દાનીશ લાખાણી, અલી મેઘાણીને શોધી રહી છે.

ભાવનગર, સુરત, અમદાવાદ, રાજકોટ, મોરબી, જુનાગઢમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમાં 1395 આઇ.પી.એડ્રેસથી ખોટા બિલ જનરેટ કરવામાં આવ્યા હતા. અત્યારસુધીમાં ભાવનગરથી 5 સહિત કુલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને ફરાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરાઇ રહી છે. ભાવનગરના 5 આરોપીઓ જુદી જુદી પેઢીઓ બોગસ પેઢીઓના લોગઇન આઇડી, પાસવર્ડ, પેઢીઓના મુખ્ય સૂત્રધાર કોણ છે, સંચાલન કઇ રીતે કરવામાં આવે છે, શ્રોફમાં રોકડાના વ્યવહાર કઇ રીતે ચાલે છે તેની તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...