તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભાવનગર શહેરમાં કોરોનાના 5 નવા દર્દી નોંધાયા, 5 દર્દી કોરોનામુક્ત

ભાવનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • તાલુકા-ગ્રામ્યમાં એકપણ નવો દર્દી ન નોંધાયો
 • સમગ્ર જિલ્લામાં કોરોનાનો રિકવરી રેઇટ 98.42 ટકા થયો, એક્ટિવ દર્દીની સંખ્યા 20

ભાવનગર જિલ્લામાં આજરોજ 5 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,093 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 3 પુરૂષ અને 2 મહિલા મળી કુલ 5 કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કુલ નોંધાયેલા 6093 પોઝિટિવ કેસ પૈકી 5,997 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો હોય સમગ્ર જિલ્લામાં કોરોનામાં રિકવરી રેઇટ 98.42 ટકા થયો છે. ભાવનગર શહેરમાં હાલમાં 9 દર્દી અને તાલુકા-ગ્રામ્ય વિસ્તારમાં 11 મળી કુલ 20 દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 5 કેસ મળી કુલ ૫ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમાં 2 પુરૂષ દર્દી અને 3 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. આમ જિલ્લામાં નોંધાયેલા 6,093 કેસ પૈકી હાલ 20 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 5,997 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 69 દર્દીઓનું અવસાન થયેલ છે. આમ ગઈકાલે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એકપણ કોરોનાનો પોઝિટિવ દર્દી નોંધાયો ન હતો તો આજે ભાવનગર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં એકપણ પોઝિટિવ દર્દી નોંધાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો